Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાહુલ ગાંધી બાદ હવે ઈમરાન ખાનની લપસી જીભ, કહ્યું- પાકિસ્તાનમાં 100 રૂપિયા લિટર લોટ

થોડા દિવસો પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સભામાં લોટ માટે કિલોની જગ્યા લિટરનો ઉપયોગ કર્યો હતો. જેને લઇને ઘણા મીમ્સ પણ બન્યા. ત્યારે હવે આવી જ એક ભૂલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કરી છે. આજકાલ ઘણાની જીભ લોટ પર લપસી રહી છે. લોકો લિટરમાં કિલોના આધારે મળતો લોટ વેચી રહ્યા છે. તાજેતરમાં જ એક રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ લોટને લઈને જીભ લપસી હતી. જેમાં
08:08 AM Sep 16, 2022 IST | Vipul Pandya
થોડા દિવસો પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સભામાં લોટ માટે કિલોની જગ્યા લિટરનો ઉપયોગ કર્યો હતો. જેને લઇને ઘણા મીમ્સ પણ બન્યા. ત્યારે હવે આવી જ એક ભૂલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કરી છે. 
આજકાલ ઘણાની જીભ લોટ પર લપસી રહી છે. લોકો લિટરમાં કિલોના આધારે મળતો લોટ વેચી રહ્યા છે. તાજેતરમાં જ એક રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ લોટને લઈને જીભ લપસી હતી. જેમાં તેમણે કહ્યું કે, જે લોટ 22 રૂપિયા પ્રતિ લિટર હતો તે હવે 40 રૂપિયા લિટરનો થઈ ગયો છે. વળી, આ અંગે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની જીભ પણ લપસી ગઈ છે. તેમણે પણ આ પ્રકારની જ ભૂલ કરી છે. હવે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે. મહત્વનું છે કે, પાકિસ્તાનની મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના વડા અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન શાહબાઝ શરીફ સરકારની ટીકા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, જ્યારે તેમની સરકાર હતી ત્યારે લોટ 50 રૂપિયા પ્રતિ કિલો હતો. હવે લોટની કિંમત બમણી થઈ ગઈ છે. આજે કરાચીની અંદર લોટ 100 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. 

ઈમરાન ખાનનો 16 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની મજા પણ લઈ રહ્યા છે. ઈમરાનના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. ઘણા લોકો તેમની સરખામણી રાહુલ ગાંધી સાથે કરી રહ્યા છે. તો કેટલાક લોકો લિટર અને કિલો વચ્ચેની તેમની સમજણ અંગે ટોણો મારતા જોવા મળી રહ્યા છે. ઈમરાન ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે અને તેમના વાયરલ વિડીયો પર અજીબ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઈમરાનના વિડીયો વિશે એક યુઝરે કહ્યું છે કે, શું ઈમરાન ખાન લોટ ખરીદવા બોટલ લઈને જાય છે? વળી, અન્ય યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે શું તમારી પાસે પણ પપ્પુ છે? અન્ય યુઝરે લખ્યું છે કે, આ બંને એક છે.
એવું નથી કે ઈમરાન ખાન પહેલીવાર પોતાના નિવેદનો માટે ટ્રોલ થઈ રહ્યા છે. આ પહેલા પણ તે ઘણી વખત આવા નિવેદનોને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે. જૂનમાં પણ તેઓ એક નિવેદનને લઈને ટ્રોલ થયા હતા. તેમણે પાકિસ્તાનમાં વીજળી સંકટની તુલના ભારત સાથે કરી હતી. તેમણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાની તુલના પાકિસ્તાનની વીજળી સાથે કરી હતી. શરીફ સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે ભારતે વીજળીમાં પ્રતિ લિટર 25 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો - પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની થઈ શકે છે ધરપકડ
Tags :
CongressFlourGujaratFirstPakistanPakistanFormerPMPMImranKhanrahulgandhi
Next Article