Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં જડબાતોડ નિવેદન આપ્યા બાદ જાણો હવે જાવેદ અખ્તરે શું કહ્યું?

મંગળવારે અચાનક બોલિવૂડ જગતમાં જાવેદ અખ્તરના એક નિવેદનને લઇને ચર્ચાઓ તેજ બની રહી છે. ગીતકાર અને કવિ જાવેદ અખ્તર પોતાના બિંદાસ અંદાજ માટે જાણીતા છે. તેઓ સ્પષ્ટવક્તા છે, તાજેતરમાં જ તેમણે પાકિસ્તાનને ખરીખોટી સંભળાવી હતી. જાવેદ અખ્તરે પાકિસ્તાનને તેમની જ ધરતી પર ખરીખોટી સંભળાવી હતી. આ દિવસોમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાવેદ અખ્તરે પાકિસ્તાનને સલાહ
પાકિસ્તાનમાં જડબાતોડ નિવેદન આપ્યા બાદ જાણો હવે જાવેદ અખ્તરે શું કહ્યું
મંગળવારે અચાનક બોલિવૂડ જગતમાં જાવેદ અખ્તરના એક નિવેદનને લઇને ચર્ચાઓ તેજ બની રહી છે. ગીતકાર અને કવિ જાવેદ અખ્તર પોતાના બિંદાસ અંદાજ માટે જાણીતા છે. તેઓ સ્પષ્ટવક્તા છે, તાજેતરમાં જ તેમણે પાકિસ્તાનને ખરીખોટી સંભળાવી હતી. જાવેદ અખ્તરે પાકિસ્તાનને તેમની જ ધરતી પર ખરીખોટી સંભળાવી હતી. આ દિવસોમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાવેદ અખ્તરે પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું કે મુંબઈ હુમલાના કાવતરાખોરો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. તેમણે કહ્યું કે સરહદ પારના દર્શકો દ્વારા તેમના નિવેદનની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
જાવેદ અખ્તરે પાકિસ્તાન સાથે વાતચીત મુદ્દે શું કહ્યું?
જાવેદ અખ્તરે 26/11ના મુંબઈ હુમલાને લઈને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. જાવેદ અખ્તરનો આ વીડિયો વાયરલ થતા જ લોકો તેમના વખાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું, 'અમે દેશોને અખંડ માનીએ છીએ. ભારત સાથે જોડાવા માંગતા લાખો લોકો સાથે આપણે કેવી રીતે જોડાઈ શકીએ. પૂછવામાં આવ્યું કે શું વાટાઘાટોમાં જોડાવવાનો આ યોગ્ય સમય છે, અખ્તરે કહ્યું, "મારી પાસે આ પ્રકારની ક્ષમતા (આ પ્રશ્નનો જવાબ આપવાની) નથી. તેમણે કહ્યું કે, 'જેઓ સત્તામાં છે, જેઓ તે પદ પર છે, તેઓ સમજે છે કે શું થઈ રહ્યું છે, પરિસ્થિતિ શું છે અને તેના વિશે કેવી રીતે આગળ વધવું. પાકિસ્તાની સેના, પાકિસ્તાની લોકો, પાકિસ્તાની એસ્ટાબ્લિશમેન્ટ એક જ પાના પર નથી.
પાકિસ્તાનના લાહોરમાં જાવેદ અખ્તરના નિવેદન પર તાળીઓ
વાસ્તવમાં પાકિસ્તાનના લાહોરમાં આયોજિત 'ફૈઝ ફેસ્ટિવલ'માં પહોંચેલા જાવેદ અખ્તરે ઉર્દૂ કવિ ફૈઝ અહેમદ ફૈઝની યાદમાં એક કાર્યક્રમમાં 26/11ના મુંબઈ હુમલા પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, મુંબઈ હુમલાના કાવતરાખોરો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. પ્રાઈવેટ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ અંગે જાવેદ અખ્તર સાથે ખાસ વાતચીત કરી હતી. પોતાના નિવેદન અંગે અખ્તરે કહ્યું કે જે સાચું છે તેને ખોટું ન કહી શકાય. ખાસ વાત એ છે કે, પાકિસ્તાનના કાર્યક્રમમાં લગભગ 3 હજાર લોકો હાજર હતા જ્યાં મેં આ કહ્યું, અને તે બધા મારી સાથે સંમત થયા. ત્યાં ઘણા લોકો છે જેઓ ભારતની પ્રશંસા કરે છે, અમારી સાથે સંબંધ રાખવા માંગે છે. મારી વાત પર બધાએ તાળીઓ પાડી.
ભારતીયો મુંબઈ હુમલાને ભૂલ્યા નથી
જાવેદ અખ્તરે પાકિસ્તાની સભામાં વાતો વાતોમાં કહી દીધું કે ભારતીયો 26/11ના હુમલાને ભૂલ્યા નથી, અને આતંકવાદીઓ હજુ પણ દેશમાં મુક્તપણે ફરે છે. પ્રખ્યાત ઉર્દૂ કવિ ફૈઝ અહેમદ ફૈઝની યાદમાં આયોજિત સાતમા ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે અખ્તર અને અન્ય કેટલાક ભારતીયો પાકિસ્તાનમાં હતા. અખ્તર કેટલાક લોકોને જવાબ આપી રહ્યા હતા. અખ્તરે કહ્યું કે અમે બંને પ્રદેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સ્થિતિ ઈચ્છીએ છીએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.