ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કનૈયાલાલ બાદ હવે કિરોડીલાલ તમારો નંબર છે, ભાજપના સાંસદને મળ્યો ધમકીભર્યો પત્ર

ભાજપના સાંસદ કિરોડીલાલ મીણાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે તેમણે જણાવ્યું કે, 9 જુલાઈએ તેમને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં તેમને કનૈયાલાલના ઘરે જવાના કારણે ધમકી આપવામાં આવી છે. મીણાના દિલ્હીના ઘરેથી કાદિર અલી રાજસ્થાની નામના વ્યક્તિ તરફથી મીણાને જાનથી મારી નાખવાની ધમકીનો પત્ર મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ પત્રની સાથે અખબારના કટિંગ પણ મોકલવામાં આવ્યા છે, જ
05:55 AM Jul 19, 2022 IST | Vipul Pandya
ભાજપના સાંસદ કિરોડીલાલ મીણાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે તેમણે જણાવ્યું કે, 9 જુલાઈએ તેમને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં તેમને કનૈયાલાલના ઘરે જવાના કારણે ધમકી આપવામાં આવી છે. મીણાના દિલ્હીના ઘરેથી કાદિર અલી રાજસ્થાની નામના વ્યક્તિ તરફથી મીણાને જાનથી મારી નાખવાની ધમકીનો પત્ર મોકલવામાં આવ્યો છે. 
મહત્વનું છે કે, આ પત્રની સાથે અખબારના કટિંગ પણ મોકલવામાં આવ્યા છે, જેમાં કિરોડીએ કનૈલાલના પરિવારને એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી હતી. કિરોડીએ આ મામલે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો છે. મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુનેગારોનો આત્મવિશ્વાસ ઉંચાઇ પર છે કારણ કે રાજ્ય સરકાર તેમની સામે કડક પગલાં લઈ રહી નથી. મેં મુખ્યમંત્રીને પત્ર મોકલ્યો છે. આ બાબતની તપાસ થવી જોઈએ. 
વળી બીજી તરફ કિરોડીલાલને પત્ર લખીને ધમકી આપનાર વ્યક્તિએ લખ્યું છે કે, જે અમારા પેગેમ્બર સાથે દુર્વ્યવહાર કરશે તેની હાલત કનૈયાલાલ જેવી જ થશે. જે ખોટુ કરનારાની મદદ કરશે તેને અમે પાઠ ભણાવીશું, ભલે તે મોટો નેતા હોય. હવે કિરોડીલાલ તમારો નંબર છે. કારણ કે તમે એક મહાન હિંદુત્વના નેતા અને હિંદુઓના સમર્થક પોતાને ગણીને અમારા મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકતા રહો છો. તમે બહુ મોટી ભૂલ કરી છે. અમને મુસ્લિમોને કટ્ટર તાલિબાન કહ્યા છે, તેથી હવે અમારે તમારો નંબર લેવો પડશે. પત્રની શરૂઆતમાં વ્યક્તિએ લખ્યું છે કે મેં આ લખેલું વાંચ્યા પછી જ લખ્યું છે, ભવિષ્યમાં દુનિયા કંઈક બીજું વાંચશે.
આ પત્ર પછી કિરોડીલાલે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, મને મારા એબી-4 પંડારા રોડ, દિલ્હીના નિવાસસ્થાને ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો છે. હું કનૈયાલાલને મળવા ઉદયપુર ગયો હતો, જ્યાં મેં પીડિત પરિવારને એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી હતી. આ સમાચાર મીડિયામાં પ્રકાશિત થયો હતો. પત્ર મોકલનાર વ્યક્તિએ તેની સાથે અખબારની કટિંગ પણ મોકલ્યો છે. હું તમને વિનંતી કરું છું કે આ ધમકીભર્યા પત્રની તપાસ કર્યા પછી કાર્યવાહી કરો.
ઉલ્લેખનીય છે કે, કનૈયાલાલે ભાજપની પૂર્વ નેતા નુપૂર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેના પછી બે લોકો કનૈયાલાલની દુકાનમાં ઘૂસી ગયા હતા અને તેનું ગળું કાપી નાખ્યું હતું. કનૈયાલાલની હત્યા બાદ બંને આરોપીઓએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને તેની ઉજવણી કરી હતી. જોકે, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
Tags :
BJPBJPMPGujaratFirstKanhaiyalalMeenaletterThreat
Next Article