Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગેહલોતે પીએમ મોદીના વખાણ કર્યા બાદ રાજકીય અટળો તેજ.. પાયલોટે કહ્યું ગેહલોત ગુલામનબીની રાહ પર

પાયલોટે ઉઠાવ્યા સવાલ રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. હાઈકમાન્ડના આદેશ પર  બોલાવવામાં આવેલી ધારાસભ્યોની બેઠકથી અશોક ગેહલોત કેમ્પ દ્વારા પોતાને દૂર રાખવામાં આવ્યા બાદ અને ફરી CMની ખુરશી પર બની રહ્યા બાદ હવે સચિન પાયલટનો વારો છે. અશોક ગેહલોત પર નિશાન સાધતા પાયલોટે  તેમના દ્વારા કરવામાં આવેલા પીએમ નરેન્દ્ર મોદીના વખાણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાà
ગેહલોતે પીએમ મોદીના વખાણ કર્યા બાદ રાજકીય અટળો તેજ   પાયલોટે કહ્યું ગેહલોત ગુલામનબીની રાહ પર
પાયલોટે ઉઠાવ્યા સવાલ 
રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. હાઈકમાન્ડના આદેશ પર  બોલાવવામાં આવેલી ધારાસભ્યોની બેઠકથી અશોક ગેહલોત કેમ્પ દ્વારા પોતાને દૂર રાખવામાં આવ્યા બાદ અને ફરી CMની ખુરશી પર બની રહ્યા બાદ હવે સચિન પાયલટનો વારો છે. અશોક ગેહલોત પર નિશાન સાધતા પાયલોટે  તેમના દ્વારા કરવામાં આવેલા પીએમ નરેન્દ્ર મોદીના વખાણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ગુલામ નબી આઝાદના વખાણ કર્યા હતા અને તે પછી જે થયું તે બધા જાણે છે. આટલું જ નહીં પાયલટે કહ્યું કે માનગઢમાં પીએમ મોદીએ જે રીતે અશોક ગેહલોતના વખાણ કર્યા છે તે પણ કંઇક સંકેત આપે છે. 
ગેહલોત-પીએમ મોદીએ એકબીજાના કર્યા હતા વખાણ 
રાજસ્થાનના બાંસવાડામાં 'માનગઢ ધામની ગૌરવ યાત્રા' કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ અશોક ગેહલોતના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અશોક ગેહલોત અને મેં સીએમ તરીકે સાથે કામ કર્યું છે. તેઓ દેશના સૌથી વરિષ્ઠ મુખ્યમંત્રીઓમાંથી એક છે. આ સિવાય તેમણે અશોક ગેહલોતને અનુભવી રાજકારણી ગણાવ્યા હતા. આ પછી અશોક ગેહલોતે પણ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ગેહલોતે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી દુનિયામાં જ્યાં પણ જાય છે, ત્યાં તેમને સન્માન મળે છે. બંને નેતાઓ તરફથી એકબીજાના વખાણ બાદ અટકળોનો દોર તેજ થઈ રહ્યો છે.
સચિન પાયલોટની માંગ 
દરમિયાન સચિન પાયલોટે હાઈકમાન્ડ પાસે માંગ કરી છે કે બેઠકનો બહિષ્કાર કરનાર રાજસ્થાન કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવે. સચિન પાયલોટે બુધવારે કહ્યું કે રાજસ્થાનમાં અનિર્ણાયકતાનું વાતાવરણ હવે સમાપ્ત થવું જોઈએ. તેમણે કહ્યું કે હું નવા પ્રમુખને અનુશાસનહીનતા સામે પગલાં લેવાની અપીલ કરીશ. 
Advertisement
Tags :
Advertisement

.