દિલ્હી અને પંજાબ બાદ હવે આ રાજ્યમાં પણ માસ્ક ફરજિયાત, નહીં પહેરનારને 500નો દંડ
દેશમાં ફરી એક વખત કોરોન વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાજધાની દિલ્હી સહિતના ઘણા વિસ્તારોની અંદર ચિંતાજનક સ્થિતિ તઇ રહી છે. આ જ કારણ છે કે વિવિધ રાજ્ય સરકારો દ્વારા ફરી વખત વિવિધ નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની વાત કરીએ તો રાજધાનીમાં થોડા સમય પહેલા ફરી એક વખત માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. તો હવે દલ્હીની માફક જ તામિલનાડૂ સરકારે પણ આવો નિર્ણય કર્યો àª
દેશમાં ફરી એક વખત કોરોન વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાજધાની દિલ્હી સહિતના ઘણા વિસ્તારોની અંદર ચિંતાજનક સ્થિતિ તઇ રહી છે. આ જ કારણ છે કે વિવિધ રાજ્ય સરકારો દ્વારા ફરી વખત વિવિધ નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની વાત કરીએ તો રાજધાનીમાં થોડા સમય પહેલા ફરી એક વખત માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. તો હવે દલ્હીની માફક જ તામિલનાડૂ સરકારે પણ આવો નિર્ણય કર્યો છે.
તામિલનાડૂ સરકારનો નિર્ણય
તમિલનાડુ સરકારે શુક્રવારે ફરીથી ફેસ-માસ્ક ન પહેરનારાઓને દંડ લગાવવાનું શરૂ કર્યું છે. કોરોનાના વધતા જતા કેસ અને હેલ્થ પ્રોટોકોલના રાલનમાં લોકોને આપવામાં આવતી ઢીલાશ વચ્ચે આ નિર્ણ લેવામાં આવ્યો છે. સ્ટાલિન સરકારે સંબંધિત વિભાગોને રાજ્યમાં આ નિયમનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી અને પંજાબ સરકારોએ પણ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.
મુખ્ય આરોગ્ય સચિવ જે રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે કોરોના ગાઇડલાઇન્સના પાલનમાં લોકોની બેજરકારીને ધ્યાને રાખીને લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે પત્રકારોને કહ્યું ‘અમે સ્થાનિક વહીવટીતંત્ર, આરોગ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓને જાહેર સ્થળોએ માસ્ક વિના દેખાતા લોકો પાસેથી દંડ વસૂલવા નિર્દેશ કર્યો છે.’
ગુરુવારે તમિલનાડુમાં 39 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસના કેસમાં ઘટાડા બાદ ફરી એક વખત તામિલનાડૂમાં થોડા દિવસોથી નવા કેસોમાં વધારો થયો છે. ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના 39 નવા કેસ જોવા મળ્યા હતા. રાધાકૃષ્ણને કહ્યું કે અત્યારે લોકો જાહેરમાં ફેસ-માસ્ક વગર જ ફરતા જોવા મળે છે. આ સિવાય મેટ્રોપોલિટન બસ અથવા જાહેર સ્થળો પર માસ્ક વગર જ મુસાફરી કરે છે.
માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ
આરોગ્ય વિભાગે તમામ જિલ્લા અધિકારીઓને માસ્ક ન પહેરવા બદલ લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્દેશ આપ્યો છે અને લોકોને સરકાર દ્વારા નિર્ધારિત કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે.
Advertisement