પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આજે થશે વેસ્ટ ઈન્ડિઝ સામે ટક્કર
મહિલા T20 વર્લ્ડ કપ (Women's T20 World Cup) માં પાકિસ્તાન સામેની જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કર્યા પછી, આજે ભારતનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા તેમની ડેથ-ઓવર બોલિંગમાં સુધારો કરવા પર ધ્યાન આપશે. વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના વિના ભારતીય બેટર્સે T20 વર્લ્ડ કપમાં સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો.જીતનો સીલસીલો જાળવી રાખવા ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાનેદક્ષિણ આફ્રિકામàª
મહિલા T20 વર્લ્ડ કપ (Women's T20 World Cup) માં પાકિસ્તાન સામેની જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કર્યા પછી, આજે ભારતનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા તેમની ડેથ-ઓવર બોલિંગમાં સુધારો કરવા પર ધ્યાન આપશે. વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના વિના ભારતીય બેટર્સે T20 વર્લ્ડ કપમાં સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો.
જીતનો સીલસીલો જાળવી રાખવા ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાને
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં દરરોજ ઘણી રોમાંચક મેચો રમાઈ રહી છે. આ કડીમાં આજે ભારતીય ટીમ તેની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમવા જઈ રહી છે. આ મેચ શાનદાર રહેવાની આશા છે. ભારતીય મહિલા ટીમ T20 વર્લ્ડ કપ અભિયાનની પોતાની બીજી મેચ કેપટાઈનમાં વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરવા માટે તૈયાર છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ મેગા ઈવેન્ટની તેમની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું, ત્યારે વેસ્ટ ઈન્ડિઝને તેની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની લય જાળવી રાખવા ઈચ્છશે.
કેટલા વાગ્યે રમાશે?
બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ બાઉન્સ બેક કરવા ઈચ્છશે. બંને ટીમો વચ્ચે નિકટની લડાઈ થઈ શકે છે. ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતીય મહિલા ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની પ્રથમ જીત નોંધાવવા ઈચ્છશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે શરૂ થશે.
Advertisement
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે જીત માટે તરસી રહી છે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી T20 મેચો પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા કેરેબિયન ટીમ પર પ્રભુત્વ ધરાવે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 12 મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ માત્ર 8 મેચ જીતી શકી છે. જો બંને ટીમો વચ્ચે T20 વર્લ્ડ કપના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે. જેમાંથી એક મેચ ભારતે અને એક મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. 2019થી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે T20 મેચ જીતવામાં સફળ રહી નથી.
ભારતે પાકિસ્તાન સામેની મેચ જીતી હતી
આ મેચ પહેલા ભારતીય ટીમ ખતરનાક લયમાં દેખાઇ રહી છે. ટીમે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી અને જેમિમા રોડ્રિગ્સે અડધી સદીની ઇનિંગ રમી અને ટીમને જીત તરફ લઈ ગઈ હતી. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં તેઓ ખરાબ રીતે હારી ગયા હતા.
લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?
ભારત મહિલા vs વેસ્ટ ઈન્ડિઝ મહિલા T20 વર્લ્ડ કપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં, તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર આ મેચ જોઈ શકો છો. ભારત મહિલા vs વેસ્ટ ઈન્ડિઝ મહિલા વચ્ચેની T20 વર્લ્ડ કપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર પણ ઉપલબ્ધ રહેશે. પરંતુ આ માટે તમારી પાસે સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે.
વર્લ્ડ કપ માટે બંને ટીમો
ભારત: હરમનપ્રીત કૌર (c), સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરકાર, અંજલિ સરકાર.
વેસ્ટ ઈન્ડિઝ: હેલી મેથ્યુઝ (c), રશ્દા વિલિયમ્સ (wk), શમાઈન કેમ્પબેલ, સ્ટેફની ટેલર, શબિકા ગજનબી, ચિનેલ હેનરી, ચાડિયન નેશન, જાડા જેમ્સ, અફી ફ્લેચર, શામિલિયા કોનેલ, શકીરા સેલમેન, આલિયા એલીને, કરિશ્મા હોલડેર્ક જેનાબા જોસેફ
આ પણ વાંચો - ભારતની આ મહિલા ક્રિકેટ ખેલાડીઓ આજે થશે કરોડપતિ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.