આફતાબ બાદ હવે દિલદાર, શ્રદ્ધાથી પણ ખતરનાક મર્ડર, પત્નીના ટુકડા કરીને કૂતરાઓને ખાવા ફેંકી દીધા
ઝારખંડમાં દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસ કરતાં પણ વધુ ભયાનક મર્ડર કેસ સામે આવ્યો છે..સાહિબગંજમાં બોરિયા સંથાલીના એક નિર્માણાધીન આંગણવાડી કેન્દ્રની પાછળ માનવ અંગના ટુકડા મળ્યા બાદ આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના શનિવારે સાંજે પ્રકાશમાં આવી જ્યારે એક વ્યક્તિએ આંગણવાડી કેન્દ્રની પાછળ એક કૂતરાને મહિલાના પગ અને છાતીના કપાયેલા ટુકડા ખાતા જોયો. જાણો શું છે મામલો?સાહિબગંજમાà
07:25 AM Dec 18, 2022 IST
|
Vipul Pandya
ઝારખંડમાં દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસ કરતાં પણ વધુ ભયાનક મર્ડર કેસ સામે આવ્યો છે..સાહિબગંજમાં બોરિયા સંથાલીના એક નિર્માણાધીન આંગણવાડી કેન્દ્રની પાછળ માનવ અંગના ટુકડા મળ્યા બાદ આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના શનિવારે સાંજે પ્રકાશમાં આવી જ્યારે એક વ્યક્તિએ આંગણવાડી કેન્દ્રની પાછળ એક કૂતરાને મહિલાના પગ અને છાતીના કપાયેલા ટુકડા ખાતા જોયો.
જાણો શું છે મામલો?
સાહિબગંજમાં રહેતા દિલદાર અન્સારીએ તેની 22 વર્ષની પત્ની રાબિકા પહાડીનના કટરથી બાર ટુકડા કરીને કૂતરાને ખાવા માટે ફેંકી દીધા. મૃતક રાબિકા પ્રેમ લગ્ન બાદ તે પતિ દિલદાર અન્સારી સાથે બેલટોલાના મકાનમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસોમાંજ દિલદાર અને રાબિકા વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. આખરે રાબિકાને પોતાના જીવનમાંથી દુર કરવા દિલદારે ખતરનાક પ્લાન બનાવ્યો અને પછી તેની પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઈલેક્ટ્રીક કટર વડે 12 ટુકડા કરી નાખ્યા..એટલું જ નહીં તેણે આ ટુકડા આંગણવાડી કેન્દ્રની પાછળ કૂતરાઓને ખાવા માટે ફેંકી દીધા. રાબિકા દિલદારની બીજી પત્ની હોવાનું પણ બહાર આવ્યું છે.
શ્વાન શરીરના કપાયેલા ભાગને ખેંચી રહ્યા હતા
શનિવારે સાંજે 6 વાગ્યે બોરિયો પોલીસ સ્ટેશન વિસ્તારના સંથાલી મોમીન ટોલા ખાતે સ્થિત એક આંગણવાડી કેન્દ્રની પાછળ મહિલાનો વિકૃત મૃતદેહ 12 ટુકડાઓમાં મળી આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે શરીરના વિચ્છેદ થયેલા ભાગને કૂતરાઓ ખેંચી રહ્યા હતા, ત્યારબાદ મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી. ત્યારપછી પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. આ દરમિયાન ડોગ સ્ક્વોડ પણ તેની સાથે હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ઘટનામાં આરોપી પતિ દિલદાર અન્સારીની ધરપકડ કરી લીધી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article