આફતાબને લઈ જનારી ગાડી પર હુમલો, જુઓ Video
શ્રદ્ધા હત્યા કેસના મુખ્ય આરોપી આફતાબની વેન પર દિલ્હીમાં હુમલો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આરોપી આફતાબ FSL ઓફિસની બહાર એક વાનમાં જઈ રહ્યો હતો, ત્યારે 4-5 લોકોએ કાર પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ તેની વેનની બહાર લોકો તલવારો લઈને ઉભા હતા.હુમલાખોરોએ કહ્યું કે, જો કોઈ આવું કરશે તો અમે તેને છોડીશું નહીં. જણાવી દઈએ કે શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને પોલીગ્રાફ ટેસ્à
01:45 PM Nov 28, 2022 IST
|
Vipul Pandya
શ્રદ્ધા હત્યા કેસના મુખ્ય આરોપી આફતાબની વેન પર દિલ્હીમાં હુમલો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આરોપી આફતાબ FSL ઓફિસની બહાર એક વાનમાં જઈ રહ્યો હતો, ત્યારે 4-5 લોકોએ કાર પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ તેની વેનની બહાર લોકો તલવારો લઈને ઉભા હતા.
હુમલાખોરોએ કહ્યું કે, જો કોઈ આવું કરશે તો અમે તેને છોડીશું નહીં. જણાવી દઈએ કે શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને પોલીગ્રાફ ટેસ્ટ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં લાવવામાં આવ્યો હતો. જ્યાં કેટલાક હુમલાખોરોએ તેના પર તલવારો વડે હુમલો કર્યો હતો.
શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પુનાવાલાની ગાડી પર સોમવારે દિલ્હીના રોહિણીમાં હુમલો થયો છે. પોલીગ્રાફી ટેસ્ટ બાદ FSL ટીમ આફતાબને બહાર લઈને નિકળી હતી ત્યારે કેટલાંક લોકોની ભીડ ઘટના સ્થળે પહોંચી અને ગાડી પર હુમલો કરી દીધો. આ લોકોના હાથમાં તલવારો હતી અને તે આફતાબને મારવાની વાત કરી રહ્યાં હતા. હુમલો થતાં પોલીક કર્મી વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો સામે બંદૂક તાકી હતી.
ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસવાન પર પથ્થરમારો કર્યો છે. હુમલો કરનાર શખ્સ બોલ્યો કે, તેને બે મિનિટ બહાર કાઢો, મારી નાખીશી. આમાંથી કેટલાંક હુમલાખોરોને પોલીસે કસ્ટડીમાં લીધાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article