Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનની હારમાં ભારતની ફાઈનલની ટિકિટ, આ છે સમીકરણ

એશિયા કપના (Asia Cup 2022) સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે પરાજય બાદ ભારત હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણીએ છે. ભારતને ફાઈનલમાં પહોંચવા માટે આગામી મેચ તો જીતવી જ પડશે સાથે-સાથે ટૂર્નામેન્ટની અન્ય મેચોના પરિણામો પણ ખુબ અસર કરશે. જો આજની મેચ પાકિસ્તાન જીતી જશે તો ભારતની આશાઓ પર પાણી ફરી વળશે કારણ કે આ સ્થિતિમાં પાકિસ્તાન અને શ્રીલંકા ફાઈનલમાં પહોંચી જશે.આ છે સમીકરણએશિયા કàª
પાકિસ્તાનની હારમાં ભારતની ફાઈનલની ટિકિટ  આ છે સમીકરણ
એશિયા કપના (Asia Cup 2022) સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે પરાજય બાદ ભારત હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણીએ છે. ભારતને ફાઈનલમાં પહોંચવા માટે આગામી મેચ તો જીતવી જ પડશે સાથે-સાથે ટૂર્નામેન્ટની અન્ય મેચોના પરિણામો પણ ખુબ અસર કરશે. જો આજની મેચ પાકિસ્તાન જીતી જશે તો ભારતની આશાઓ પર પાણી ફરી વળશે કારણ કે આ સ્થિતિમાં પાકિસ્તાન અને શ્રીલંકા ફાઈનલમાં પહોંચી જશે.
આ છે સમીકરણ
એશિયા કપના (Asia Cup 2022) સુપર 4ની હવે ત્રણ મેચ બાકી છે. આજની મેચમાં અફઘાનિસ્તાન (Afghanistan) અને પાકિસ્તાન, તે બાદ ભારત (India) અને અફઘાનિસ્તાન અને છેલ્લી મેચ શ્રીલંકા (Srilanka) અને પાકિસ્તાનની (Pakistan) રમાશે. ભારતીય ટીમની ફાઈનલમાં એન્ટ્રી ત્યારે જ થશે જો આજની મેચમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવી દે અને અહીં વાત પુરી નથી થતી, તે બાદની ભારત અફઘાનિસ્તાનની મેચમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવે તથા સુપર 4ની છેલ્લી મેચમાં શ્રીલંકા પાકિસ્તાનને હરાવે તે પછી ભારત ફાઈનલમાં પ્રવેશી શકશે.
ટૂર્નામેન્ટના પોઈન્ટ ટેબલ (Points Table) પર નજર કરવામાં આવે તો સુપર 4માં શ્રીલંકા ટોચ પર છે અને તેનું ફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. જ્યારે પાકિસ્તાને ભારતને હરાવીને બીજા નંબરે સ્થાન મેળવી લીધું છે. ભારત પોતાની બંન્ને મેચ હારી ચુક્યું છે અને અફઘાન ટીમ પણ શ્રીલંકા સામેની મેચ હારી ચુક્યું છે. એવી સ્થિતિમાં જો આજે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાનને હરાવી દે અને ભારત સામે પણ હારી જાય તથા શ્રીલંકા પણ પાકિસ્તાનને હરાવી દે, જેથી ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુપર-4માં એક-એક જીત અને બે-બે હાર થઈ જશે એવામાં રનરેટના આધારે આમાંથી એક ટીમ ફાઈનલમાં પહોંચશે. એટલે કે જો ભારતીય ટીમ અફઘાનિસ્તાન પર મોટી જીત મેળવે તો ફાઈનલમાં એન્ટ્રીની શક્યતા છે. જે આ સમીકરણો ના બેસે તો ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
આ પોઈન્ટ પર નક્કી થશે ભારતની ફાઈનલમાં એન્ટ્રી
સપ્ટેમ્બર 7: અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવે
સપ્ટેમ્બર 8: ભારત અફઘાનિસ્તાનન હરાવે
સપ્ટેમ્બર 9: શ્રીલંકા પાકિસ્તાનને હરાવે
ભારતની નેટ રનરેટ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા સારો બને બાદમાં
11 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ શ્રીલંકા ફાઈનલ મેચ રમાય
10 મહિના પહેલાં પણ આવા જ સમીકરણો રચાયા હતા
ક્રિકેટ મામલે નજીકના ભુતકાળમાં નજર કરવામાં આવે તો 10 મહિના પહેલા  ટી20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ સામે આવા જ કંઈક સમીકરણો સર્જાયા હતા પરંતુ ત્યારે કંઈ પણ  ભારતના પક્ષમાં પરિણામ નહોતું આવ્યું. ઓક્ટોબર 2021માં ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપમાંથી (t20 World Cup) બહાર થવાની અણીએ હતી. ભારત સુપર-12 રાઉન્ડમાં પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ સામે હાર્યું હતું,. જે બાદ એવા સમીકરણો સર્જાયા હતા કે અફઘાનિસ્તાને ન્યૂઝિલેન્ડને હરાવે પરંતુ એવું થયું નહોતું અને ભારત અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થયું હતું ત્યારે આજે ભારતના ક્રિકેટ રસિકો તે જ આશા કરી રહ્યાં છે કે અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવી દે.
Advertisement
Tags :
Advertisement

.