Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિનાઓ બાદ રેપની ફરિયાદ નોંધાઈ, કેસ હાઈપ્રોફાઈલ બની ગયો

પોલીસ બેડા સહિત રાજ્યભરમાં ચર્ચા જગાવનારા એફિડેવિટકાંડનો પર્દાફાશ થયા બાદ દુષ્કર્મની ફરિયાદ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ચોપડે દાખલ થઈ છે અને તેની તપાસ મહિલા ક્રાઈમ બ્રાંચે (Mahila Crime Branch) સંભાળી લીધી છે. આ ફરિયાદ દુષ્કર્મની છે અને ઘટનાના મહિનાઓ બાદ પોલીસ ચોપડે આવી છે. આરોપી તરીકે દર્શાવાયેલા બે શખ્સોમાં એક મહિલાનો પૂર્વ પતિ ઈસ્માઈલ મલેક ઉર્ફે ઈસ્માઈલ ગેડીયા (Ismail Malek @ Ismail Gediya) છે. બીજા નામ
મહિનાઓ બાદ રેપની ફરિયાદ નોંધાઈ  કેસ હાઈપ્રોફાઈલ બની ગયો
પોલીસ બેડા સહિત રાજ્યભરમાં ચર્ચા જગાવનારા એફિડેવિટકાંડનો પર્દાફાશ થયા બાદ દુષ્કર્મની ફરિયાદ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ચોપડે દાખલ થઈ છે અને તેની તપાસ મહિલા ક્રાઈમ બ્રાંચે (Mahila Crime Branch) સંભાળી લીધી છે. આ ફરિયાદ દુષ્કર્મની છે અને ઘટનાના મહિનાઓ બાદ પોલીસ ચોપડે આવી છે. આરોપી તરીકે દર્શાવાયેલા બે શખ્સોમાં એક મહિલાનો પૂર્વ પતિ ઈસ્માઈલ મલેક ઉર્ફે ઈસ્માઈલ ગેડીયા (Ismail Malek @ Ismail Gediya) છે. બીજા નામ અંગે હજુ સુધી તપાસ અધિકારીએ મગનું નામ મરી પાડ્યું નથી. બળાત્કારનો આ કેસ પોલીસ ચોપડે પહોંચતા જ હાઈપ્રોફાઈલ કેસ (High Profile case) બની ગયો છે. પોલીસ ચોપડે આવેલા આ કેસના કારણે બબ્બે આઈપીએસ અધિકારીઓની આબરૂ અને ચારિત્ર્ય (Honor & Character) ચર્ચામાં આવી ચૂક્યા છે.

એફિડેવિટકાંડે બળાત્કારીની પોલ ખોલી
ગાંધીનગરના કોલવડાની મહિલાના નામે જે એફિડેવિટકાંડ રચાયો તેણે અનેક રહસ્યો ઉજાગર કર્યા છે. મહિલાનો પતિ ઉચ્ચ IPS નો વહીવટદાર હોવાથી તેની અને તેના પરિવારજનો સામે જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવી ચૂક્યો છે. જ્યારે મહિલા પણ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં પતિ ઈસ્માઈલ મલેક અને તેના સબંધીઓ-સાગરિતો સામે ગેંગ રેપ (Gang Rape) ની ફરિયાદ નોંધાવી ચૂકી છે. સામ-સામે થયેલી ફરિયાદોની વચ્ચે મહિલા અટવાઈ હતી અને ન્યાય મેળવવા પ્રયત્નશીલ બની તો તેનો ઉપયોગ તોડબાજોએ કરી લીધો. બોગસ એફિડેવિટ કમ ડેકલેરેશન (Affidavit cum Declaration) માં પત્રકારો સહિતના પાંચ આરોપીઓની ATS એ સંડોવણી છતી કરતા તેમની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયા છે. એફિડેવિટકાંડની ચાલી રહેલી તપાસમાં સામે આવેલી દુષ્કર્મની ઘટનાએ એક હાઈપ્રોફાઈલ કેસ બનાવી દીધો છે. એફિડેવિટકાંડ ના સર્જાયો હોત તો કદાચ ભોગ બનનાર મહિલા શક્તિશાળી લોકોના કારણે કદાચ ન્યાયથી વંચિત રહી ગઈ હોત.
મહિનાઓ બાદ બળાત્કારી સામે FIR
અમદાવાદ શહેર પોલીસને ખિસ્સામાં રાખીને ફરતો હોવાનો દાવો કરનારા ઈસ્માઈલ બાદરખાન મલેક પેથાપુરના કેસમાં છેલ્લાં કેટલાક દિવસોથી જેલની હવા ખાઈ રહ્યો છે. ઉચ્ચ IPS અધિકારી અને તેના ખાનગી વહીવટદાર સાથે ઘરોબો ધરાવતા ઈસ્માઈલ મલેકે ખુદની પત્નીને એક હવસખોરના હવાલે કરી દીધી હતી. ચાંદખેડા વિસ્તારના એક બંગ્લોઝમાં આ હવસખોરે ગત જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં મહિલાની સાથે બબ્બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કારની ઘટનાના પાંચેક મહિના બાદ આખરે આરોપીઓ સામે ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) જીરો નંબરથી ફરિયાદ (Zero Number FIR) નોંધી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) માં મોકલી આપી હતી. જે ફરિયાદની તપાસ મહિલા એસીપી ક્રાઈમને સોંપી દેવામાં આવી છે.
ઈસ્માઈલની ધરપકડ કરાશે
મહિલા સાથે બનેલી દુષ્કર્મની બે ઘટનાઓમાં ઈસ્માઈલ મલેક પણ એક આરોપી છે. ખુદના આર્થિક લાભ માટે પત્નીને શારીરિક ઉપભોગ માટે સોંપી દેનારો ઈસ્માઈલ ગેડીયા અન્ય આરોપીને ખૂબ જ સારી રીતે ઓળખે છે. બબ્બે વખત દુષ્કર્મ આચરનાર આરોપીને મહિલા જોવાથી ઓળખે છે, પરંતુ તેની અન્ય ઓળખ, નામ અને કામ માત્ર ઈસ્માઈલ મલેક જ જાણે છે. મહિલા સાથે દુષ્કર્મ આચરનારા અજાણ્યા આરોપી સુધી પહોંચવા માટે પોલીસે "ગુપ્ત" રાહે તપાસ આરંભી દઈ ઈસ્માઈલની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.