Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસ હવે રાષ્ટ્રીય પાર્ટી નથી, પણ ભાઇ-બહેનની પાર્ટી છે: જેપી નડ્ડાનું કાર્યકર્તા સંમેલનમાં સંબોધન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હવે ભણકારા વાગી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ભાજપ પમ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગરુપે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ભાજપના મિશન 2022 અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે.પી. નડ્ડા સવારે સાબરમતી આશ્રમની મુલાકાત કરી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હત
12:10 PM Apr 29, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના હવે ભણકારા વાગી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ભાજપ પમ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગરુપે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ભાજપના મિશન 2022 અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે.પી. નડ્ડા સવારે સાબરમતી આશ્રમની મુલાકાત કરી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં  ઢોલ-નગારા સાથે  તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશની બેઠક યોજાઇ હતી. બેઠક પછી રાષ્ટ્રીય જે.પી.નડ્ડાજએ પત્રકાર પરિષદને સંબોધી હતી. ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવેલા યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, ભારતીબેન શિયાળ તથા સી.આર. પાટી,લ સહિતના લોકો હાજર હતા. 
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે હું કાર્યકર રહ્યો છું એટલે મને તમારા પ્રશ્નો ખબર છે.  આજે ભાજપ કાર્યકર્તાઓનું વટવૃક્ષ બન્યું છે. ધરતીકંપ હોય, પૂર હોય કે વાવાઝોડું હોય દરેક પરિસ્થિતિમાં ભાજપના કાર્યકર લોકોની વચ્ચે ગયા છે. આપણે કોઇને હરાવવા નીકળવાનું નથી આપણે તો જીતવા નીકળવાનું છે.
ગુજરાત મોડેલ આખા દેશ માટે પ્રેરણારુપ : જેપી નડ્ડા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે મારું સૌભાગ્ય છે કે ગુજરાતના વરિષ્ઠ કાર્યકર્તાઓને મળવાના આજે મને એવસર મળ્યો છે. સત્ય અને અહિંસાના પુજારી ગાંધી અને લોહ પુરુષ સરદારની ભૂમિ પર આવવાની તક મળી છે. આપણું બધાનું સૌભાગ્ય છે કે આપણે ભાજપના કાર્યકર છીએ. મને બીજી રાજકીય પાર્ટીઓના કાર્યકરોની પરિસ્થિતિ ખબર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવારવાદ, ક્ષેત્રવાદ અને જાતિવાદને ટક્કર આપી છે અને રાષ્ટ્રવાદને આગળ કર્યો છે. 
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ હવે ઇન્ડિયન નથી અને નેશનલ પણ નથી, તે હવે માત્ર ભાઈ બહેનની પાર્ટી બનીને રહી ગઇ છે. જે હાલ 2 રાજ્ય પૂરતી જ સીમિત રહી છે. જો તમારા આશીર્વાદ હશે તો ત્યાં પણ કમળ ખિલશે. જેપી નડ્ડાએ કહ્યું કે કોરોનામાં બધી પાર્ટીઓ આઈશોલનમાં જતી રહી હતી, આવા સમયે ભાજપના લાખો કાર્યકર્તાએ કરોડો લોકોની સેવા કરી છે. 
ભારતના 188 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. વિશ્વના 100 દેશમાં આપણે રસી પહોંચાડી છે. ગુજરાતના 97.4 લોકોને કોરોના રસી અપાઇ છે. ઓપરેશન ગંગા હેઠળ 23 હજાર બાળકોને આપણે પરત લાવ્યા છીએ. પેટ્રોલ પર રાજનીતિ કરવાવાળા લોકો ભુલ્યા છે કે તેમના રાજ્યોમાં પણ વેટ વસુલાય છે. ગુજરાત વિશે વાત કરતી તેમણે કહ્યું હતું કે ગુજરાતના વિકાસનું મોડેલ આખા દેશને દિશા સૂચન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહીને જે કાર્યરુપ આપ્યું હતું, તે જ રીતે આપણે આખા દેશને આગળ વધારવાનો છે.
સત્તાના માધ્યમથી સેવા કરવાનું ભાજપના કાર્યકરો જાણે છે: પાટીલ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાચીલે પોતાના સંબોધનમાં આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે જે પાર્ટી દિલ્હીથી આવી તે મેયરના સપના જોતી હતી, પરંતુ, તેમની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ. આ સિવાય જીલા પંચાયતમાં પણ ભજપનો વિજય થયો. આજે રાજ્યની નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ 90 ટકા સીટો ભાજપ પાસે છે. તેવી જ રીતે 2022 માટે પણ જે લક્ષ્ય નક્કી કર્યુ છે તે મળીને રહેશે.
પાટીલે આગળ કહ્યું કે રાજ્યની સહકારી સંસ્થાઓમાં પણ ભાજપની જીત થઈ છે. તમામ સુગર ફેકટરી અને એક ડેરી સિવાય તમામ ડેરીમાં ભાજપના લોકો છે. ખરીદ વેચાણ સંઘ અને apmc પણ હવે ભજપની જ છે. સત્તાના માધ્યમથી લોકોની સેવા કઇ રીતે કરવી તે ભાજપનો કાર્યકર જાણે છે. કોરોનાના કપરા સમયમાં જ્યારે લોહી નહોતું મળતું ત્યારે પાર્ટીના યુવા મોરચાએ સમગ્ર રાજ્યમાં બ્લડ કેમ્પ યોજી લોહી જમા કર્યું હતું.
Tags :
AhmedabadBJPGujaratGujaratFirstJPNaddaMission2022જેપીનડ્ડાભાજપકાર્યકર્તાસંમેલન
Next Article