Kutch : પાણી નહિ, મંડપ નહિ, તડકામાં બે કર્મચારીઓની તબિયત લથડી
કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાન-એ-જંગ શરૂ અમને બધાને ધમકી આપવામાં આવીઃ ભગીરથ વૈષ્ણવ(કર્મચારી) કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. જેમાં પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ સામે માનવતા નેવે મુકી છે....
02:51 PM Apr 18, 2025 IST
|
SANJAY
- કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી
- અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાન-એ-જંગ શરૂ
- અમને બધાને ધમકી આપવામાં આવીઃ ભગીરથ વૈષ્ણવ(કર્મચારી)
કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. જેમાં પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ સામે માનવતા નેવે મુકી છે. તેમાં તડકામાં મંડપ લગાવીને વિરોધ કરતા કર્મચારીઓને હટાવ્યા છે. પોતાની હદ હોવાનો દાવો કરીને કર્મચારીઓને હટાવ્યા છે. પોલીસને સાથે રાખીને કર્મચારીઓને મંડપમાંથી હટાવ્યા છે. અન્યાય સામે વિરોધ કરવાનો પણ કર્મચારીઓને હક નથી? રૂપિયા છે, મોટું નામ છે એટલે અદાણી ગમે તે કરશે?