Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અભિનેત્રી મુમતાઝને હોસ્પિટલમાંથી રજા મળી, કહ્યું- મારી ઈરાની ત્વચાને કારણે ડોક્ટરોને ઘણી તકલીફ થઇ

વીતેલા જમાનાના સૌથી પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાં મુમતાઝ એક મોટું નામ છે. જોકે, છેલ્લાં કેટલાક સમયથી તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. પીઢ અભિનેત્રી મુમતાઝને થોડા દિવસો પહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે હવે તેમને રજા આપી દેવામાં આવી છે. વાસ્તવમાં, મુમતાઝને ડાયેરિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેમને સાજા થàª
અભિનેત્રી મુમતાઝને હોસ્પિટલમાંથી રજા મળી  કહ્યું  મારી ઈરાની ત્વચાને કારણે ડોક્ટરોને ઘણી તકલીફ થઇ
વીતેલા જમાનાના સૌથી પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાં મુમતાઝ એક મોટું નામ છે. જોકે, છેલ્લાં કેટલાક સમયથી તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. પીઢ અભિનેત્રી મુમતાઝને થોડા દિવસો પહેલા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે હવે તેમને રજા આપી દેવામાં આવી છે. 
વાસ્તવમાં, મુમતાઝને ડાયેરિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેમને સાજા થવામાં 7 દિવસનો સમય લાગ્યો હતો. ડિસ્ચાર્જ થયા બાદ મુમતાઝે હવે પોતાના સ્વાસ્થ્ય સંબંધી વાત કરી છે. તેમણે કહ્યું કે તે આખું અઠવાડિયું દાખલ હતી. મને હાથમાં ઇન્જેક્શન આપવામાં ડોક્ટરોને ઘણી તકલીફ પડી રહી હતી. આ પહેલાં સ્તન કેન્સરને કારણે થોડા વર્ષો પહેલા ગાંઠ દૂર કરવામાં આવી હતી. મુમતાઝે તેની ઈરાની ત્વચાને કારણે જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે પણ વાત કરી છે. તેના સ્વાસ્થ્ય અંગે મુમતાઝે કહ્યું, 'હું પાચનતંત્રને લગતી બીમારીથી  પીડિત છું. હું રુટિન દવાઓ લેતી હતી ત્યારે અચાનક ઝાડા-ઉલટીનો  ચાલુ થઇ ગયાં. આ જ કારણ છે કે મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. મને નોર્મલ થતાં લાંબો સમય લાગ્યો. મારે હોસ્પિટલમાં 7 દિવસ એડમિટ રહેવું પડ્યું.
મુમતાઝે જણાવ્યું કે તેના પતિ મયુર માધવાણી યુએસમાં હતા અને તે ભારત આવવાના હતા, પરંતુ મેં ના પાડી અને કહ્યું કે હું જાતે સંભાળી લઇશ. વધુમાં મુમતાઝે કહ્યું, 'મારી ત્વચાના લીધે મને ઘણી સમસ્યાઓ થઇ રહી છે. ઈરાની હોવાને કારણે મારી ત્વચા ખૂબ જ નાજુક છે. હું હોસ્પિટલમાં આખું અઠવાડિયું  ડ્રોપ્સ પર હતી. ઈન્જેક્શન મારા જમણા હાથમાં ઘૂસી રહ્યું ન હતું અને મારા ડાબા હાથમાં  ઇંજેક્શન લગાવવું શક્ય ન હતું કારણ કે તેમાં ગાંઠ હતી જે 25 વર્ષ પહેલાં સ્તન કેન્સર દરમિયાન દૂર કરવામાં આવી હતી.
મુમતાઝનો જન્મ અબ્દુલ સલીમ અસ્કરી (એક ડ્રાય ફ્રુટ્સ વિક્રેતા) અને શાદી હબીબ આગાને થયો હતો જેઓ ઈરાનના મશહદના રહેવાસી હતા. તેમના જન્મના એક વર્ષ પછી જ તેઓએ છૂટાછેડા લીધા હતા. તેમની નાની બહેન મલ્લિકા છે જેણે કુસ્તીબાજ અને ભારતીય અભિનેતા રંધાવા સાથે લગ્ન કર્યા હતા મુમતાઝ  જ્યારે પણ મુંબઈમાં આવે છે, ત્યારે તે ઈન્ડસ્ટ્રીના જૂના મિત્રોને મળતા હોય છે. તે ગયા વર્ષે જ શત્રુઘ્ન સિંહાને મળ્યાં હતા અને આ વર્ષે તે અંજુ મહેન્દ્રુને મળ્યા હતા.
 
વિતેલા જમાનાની ખ્યાતનામ અભિનેત્રીઓમાં મુમતાઝની ગણના ખ્યાતનામ અભિનેત્રીઓમાં થાય છે. તેમની ફિલ્મો વિશે વાત કરીએ તો તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે જેમાં રામ ઔર શ્યામ, બ્રહ્મચારી, આદમી ઔર ઇન્સાન અને ખિલૌનાનો સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.