લગ્ન બાદ મુમતાઝનું હતું એક્સ્ટ્રા મેરિટલ અફેર, વર્ષો પછી કર્યો ખુલાસો
પોતાના સમયની સુંદર અને જાજરમાન અભિનેત્રી મુમતાઝે પોતાના અંગત જીવનને લઈને મોટા ખુલાસા કર્યા છે. મુમતાઝે વર્ષો પછી તે સમય વિશે જણાવ્યું જ્યારે તેમના પતિ અને પછી તેઓનું પણ અફેર હતું. પતિના અફેર વિશે ખૂલીને વાત કરીપોતાના સમયની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝે ફરી એકવાર પોતાના બોલ્ડ નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે. મુમતાઝે તેના અફેર વિશે ખુલાસો કર્યો છે કે તેમના પતિ મયુર માધવાણીના અફેર પà
પોતાના સમયની સુંદર અને જાજરમાન અભિનેત્રી મુમતાઝે પોતાના અંગત જીવનને લઈને મોટા ખુલાસા કર્યા છે. મુમતાઝે વર્ષો પછી તે સમય વિશે જણાવ્યું જ્યારે તેમના પતિ અને પછી તેઓનું પણ અફેર હતું.
પતિના અફેર વિશે ખૂલીને વાત કરી
પોતાના સમયની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝે ફરી એકવાર પોતાના બોલ્ડ નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે. મુમતાઝે તેના અફેર વિશે ખુલાસો કર્યો છે કે તેમના પતિ મયુર માધવાણીના અફેર પછી તેઓ અસ્વસ્થ હતાં. તમને જણાવી દઈએ કે મુમતાઝે વર્ષ 1958માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 11 વર્ષની હતી. મુમતાઝ તે સમયમાં મોટી સ્ટાર હતી અને તેણે રાજેશ ખન્ના સાથેની ઓન સ્ક્રીન જોડી પણ દર્શકોને ઘણી પસંદ પડી હતી. સાથે જ તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. રાજેશ અને મુમતાઝ તે સમયના લોકપ્રિય ઓનસ્ક્રીન કપલ હતા. જો કે, મુમતાઝે બ્રેક લીધો અને 13 વર્ષ પછી 1990માં ફિલ્મ આંધિયાથી પુનરાગમન કર્યું. ત્યાર પછી મુમતાઝે ફરીથી એક્ટિંગ છોડી દીધી. હવે મુમતાઝે વર્ષો પછી પોતાના અને પતિના અફેર વિશે ખૂલીને વાત કરી છે.
જાણો મુમતાઝે શું કહ્યું
બોલિવુડ મીડિયા સાથે વાત કરતાં મુમતાઝે કહ્યું, 'પુરુષો માટે અફેર કરવું ઘણું સહેલું છે. મારા પતિનું એક સ્ત્રી સાથે અફેર હતું. જો કે હું મારા પતિનો આદર કરું છું કારણ કે તેણે પોતે મને આ વિશે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે તેને યુએસમાં એક છોકરી પસંદ ગમતી હતી. પણ સાથે મારા પતિએ મને એમ પણ કહ્યું કે મુમતાઝ તું મારી પત્ની છે. હું તને પ્રેમ કરું છું અને કરતો રહીશ. હું તને ક્યારેય છોડવાનો નથી. જો કે, આજે આ અમરા બંન્ને માટે વિસરાઇ ગયેલી વાત છે. કદાટ ભગવાન જીવનમાં એકવાર માફ કરે છે. હું રાણી જેવી રહી છું. મારા પતિએ મને ક્યારેય કોઈ બાબતમાં ઓછું આવવા દીધું નથી.
મારું અફેર હતું, પરંતુ હું સિરિયસ ન હતી
પોતાના અફેર વિશે મુમતાઝે કહ્યું, ' જ્યારે મારા પતિએ આ વાત કહી તો તે સમયે હું એકલતા અનુભવવા લાગી. હું થોડી પાગલ હતી. મને તે વાતથી બહુ ખરાબ લાગ્યું તેથી હું ભારત આવી ગઇ. અહીં મારું અફેર હતું, પરંતુ હું સિરિયસ ન હતી. કદાચ તે માત્ર એક ક્ષણિક તબક્કો હતો જે ઝડપથી સમાપ્ત થઈ ગયો. હું નસીબદાર છું કે મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે. જો હું થોડી પણ બીમાર પડું, તો ત્યાં હંગામો થાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે મુમતાઝે પોતાના અફેર વિશે વાત કરી હોય. આ પહેલા પણ મીડિયા સાથે વાત કરતા મુમતાઝે કહ્યું હતું કે લગ્ન બાદ તેના પતિનું કોઈ અન્ય સાથે અફેર હતું, તે સમયે તેમનું પણ અન્ય કોઈ સાથે અફેર પણ હતું.
તાજેતરમાં જ મુમતાઝની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહવું પડ્યું હતું. મુમતાઝે કહ્યું હતું કે તેને હોસ્પિટલમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement