Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અભિનેતા કમલ હાસનની તબિયત લથડી, સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી છે,તેમને સારવાર અર્થે શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે કેટલાક અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે તેમને રેગ્યૂલર હેલ્થ ચેકઅપ માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. તબીબોએ આપી આરામની સલાહ અભિનેતાના નજીકના સુત્રોનું માનીએતો બુધવારે બપોરે હૈદરાબાદથી ચેન્નાઇ પહો
અભિનેતા કમલ હાસનની તબિયત લથડી  સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ
સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી છે,તેમને સારવાર અર્થે શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે કેટલાક અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે તેમને રેગ્યૂલર હેલ્થ ચેકઅપ માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. 
તબીબોએ આપી આરામની સલાહ 
અભિનેતાના નજીકના સુત્રોનું માનીએતો બુધવારે બપોરે હૈદરાબાદથી ચેન્નાઇ પહોંચેલા કમલ હાસનને રાત્રે ગભરામણ અને તાવ આવ્યો હતો, જે પછી તેમને શહેરની એક પ્રાઇવેટ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને આગામી થોડાક દિવસો સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તેમને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા મળવાની આશા છે. 

હાલ આ પ્રોજેક્ટ્સ હાથ પર 
મહત્વપૂર્ણ છે કે  કમલ હાસન હાલમાં શંકરની 'ઇન્ડિયન 2', હિટ રિયાલિટી શૉ 'બિગ બૉસ તામિલ' અને તેની પૉલિટિકલ પાર્ટીની ડ્યૂટીઝ સહિત કેટલાય કમિટમેન્ટ્સમાં બિઝી છે. આ સાથે અભિનેતા રાજકારણમાં પણ સક્રિય છે. મહત્વપૂર્ણ છે કે અભિનેતા તાજેતરમાં હૈદરાબાદમાં તેના માર્ગદર્શક અને પ્રખ્યાત નિર્દેશક વિશ્વનાથના ઘરે પહોંચ્યા હતા.બંનેની મુલાકાતની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી,જેને કમલે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.