Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વ્યાજખોરો સામે લાલ આંખ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો

શાહીબાગ ખાતે યોજાયો લોકદરબાર શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે મેગા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં 7 ઝોન ડીસીપીને મળવા માટે અરજદારો માટે 7 ડોમ બનાવવામાં આવ્યા હતા. વિસ્તાર પ્રમાણે અરજદારોએ  ડીસીપીને મળીને વ્યાજખોર સામે રજૂઆત કરી હતી.જેમાં તમામ પોલીસ સ્ટેશનની ટીમો હાજર રહી હતી અને વ્યાજખોરો પીડિત લોકોની રજુઆત સાંભળીને વà
11:46 AM Jan 27, 2023 IST | Vipul Pandya
શાહીબાગ ખાતે યોજાયો લોકદરબાર 
શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે મેગા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં 7 ઝોન ડીસીપીને મળવા માટે અરજદારો માટે 7 ડોમ બનાવવામાં આવ્યા હતા. વિસ્તાર પ્રમાણે અરજદારોએ  ડીસીપીને મળીને વ્યાજખોર સામે રજૂઆત કરી હતી.જેમાં તમામ પોલીસ સ્ટેશનની ટીમો હાજર રહી હતી અને વ્યાજખોરો પીડિત લોકોની રજુઆત સાંભળીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..
બેંકમાંથી લોન મેળવવામાં મદદ 
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહીની સાથે સ્ટ્રીટ વેન્ડરને નાણાં મેળવા માટે પ્રધાનમંત્રી અને અન્ય યોજનાઓ અંતગર્ત બેંક લોન મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી..જેમાં બેંકના કર્મચારીઓ દ્વારા લોકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ મેગાકેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંધવીએ મુલાકાત લઈને પીડિતોને સાંભળ્યા હતા. 
અત્યાર સુધી મળી 122 અરજીઓ 
5 થી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવમાં 122 જેટલી અરજીઓ મળી હતી.  જેમાં 47 ગુનાઓ નોંધી વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી..વ્યાજખોરો માટે ફરિયાદ કરવા 160 પેટીઓ મુકવામાં આવી હતી જેમાં અત્યાર સુધી માત્ર 7 અરજીઓ આવી છે જેમાં પોલીસ કમિશનર કચેરીએ ચાર અરજી અને નરોડા અને વેજલપુરમાં 1 અરજી આવી છે...
વ્યાજખોરી લઈ પોલીસની કામગીરી
- 47 જેટલાં ગુના નોંધાયા...
- 70 જેટલાં આરોપીઓ પકડાયા...
- 122 જેટલી અરજીઓ આવી...
- 54 જેટલાં લોકદરબાર યોજાયા...
- 3730 જેટલાં લોકો લોક દરબારમા આવ્યા...
કુલ 9 બેંકો આ લોકદરબારમાં જોડાઇ હતી 
સ્ટ્રીટ વેન્ડરને સરળતાથી લોન મળી રહે  તે પ્રકાર નું શહેર પોલીસે આયોજન કર્યુ છે. જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હોય કે અન્ય સરકારી યોજનાઓ અંગેની માહિતી બેન્ક કર્મીઓ દ્વારા આ મેગા લોકદરબારમાં આપવામાં આવી. આ લોકદરબારમાં  9 જેટલી બેંકો જોડાઈ હતી. રૂપિયા 10,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આ બેન્ક દ્વારા આપવામાં આવી રહી છે, અને આ લોનની પ્રોસેસમાં સૌથી મહત્વની વાત જો કરવામાં આવે તો તે એ છે કે સરકારી યોજનાઓ હેઠળ જે લોન આપવામાં આવે છે, તેમાં ઓછા અને સરળ વ્યાજદરે લોન મળી રહે છે..તેની તમામ પ્રકારની માહિતી આ મેગા લોકદરબારમાં આપવામાં આવે છે. આ અભિગમ પાછળનો એક માત્ર ઉદેશ્ય છે કે નાના વેપારીઓ જેવા કે સ્ટ્રીટ વેન્ડર કે પછી લારી ગલ્લા વાળાઓ લોન મેળવી લે અને વ્યાજખોરોના ચૂંગાલ માંથી બચી શકે..
અમદાવાદ પોલીસની હદ લાગતી ન હોવા છતા મદદ કરી 
લોક દરબારમાં પોલીસ કમિશનર અનેક પીડિત લોકો મળ્યા, જેમણે તમામ બાબતની રજુઆત કરી અને પોલીસ કમિશનરે તેઓને સાંભળ્યા.અમદાવાદ પોલીસની હદ ન લાગતી હોવા છતાંય પોલીસે મદદ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો. જેમાં બોપલમાં રહેતા મહેન્દ્રભાઈ આજથી 6 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેનું 10% વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું અને દરમહિને 10 હજાર રૂપિયા વ્યાજ નક્કી કરેલું હતુ..પણ વ્યાજની નહિ ભરી શકતા વ્યાજખોરો પઠાણી ઉધરાણી શરૂથતાં તેમની પુત્રવધુઅ આત્મહત્યા કરી લીધી હતી..આ વૃદ્ધ પોતાની વ્યાજખોરોની વેદના જાણવા માટે પોલીસ કમિશનર મળ્યા હતા પરંતુ બોપલ પોલીસની હદ ગ્રામ્યમાં આવતી હોવાથી પોલીસ કમિશનર દ્વારા ગ્રામ્ય એસપી સંપર્ક કરાવ્યો હતો..પોલીસની આ કામગીરીથી  વૃદ્ધે ખુશી વ્યક્ત કરી હતી વ્યાજખોરો પર નિયંત્રણ લાવવા માંગ કરી હતઆગામી સમયમાં હજુય લોકો સુધી પહોંચવા પોલીસ પ્રયત્નો હાથ ધરશે...એક-એક વ્યાજખોરને પકડી પકડી આ દુષણ ડામી દેવાશે તેવી તૈયારી પોલીસ દ્વારા બતાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ  ભ્રષ્ટાચારીઓ સામે ACBની લાલ આંખ, 2022માં વર્ગ 1થી વર્ગ 4 સુધીના અધિકારીઓ-કર્મચારીઓ સામે કુલ 94 કેસ થયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadcityGujaratFirstpolicecommissionerpublicmeetingusurers
Next Article