Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોફ્ટવેર હેક કરી વેબસાઇટ પર વેચતા આરોપીની સાયબર ક્રાઇમ દ્વારા કોલકાતાથી ધરપકડ

પ્રખ્યાત કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વિવિધ વેબસાઈટ પર ઓછા ભાવે વેચાણ કરતા સોફટવેર એન્જીનીયીરની સાયબર ક્રાઈમે કોલકાત્તાથી ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતિ પ્રમાણે આરોપી ટેકનિકલ એક્સપર્ટ હોવાથી પૈસા કમાવવા માટે આ ધંધો કરતો હતો.કોલકાતાથી પકડાયલા આ આરોપીનું નામ આદિત્ય ભીમરાજકા છે. જેણે પ્રસિદ્ધ સોફટવેર કુબેજેક્સને હેક કરીને તેને જુદી જુદી વેબસાઈટ પર વેચાણ માટે મુક્યુ હતુ.સોફà«
સોફ્ટવેર હેક કરી વેબસાઇટ પર વેચતા આરોપીની સાયબર ક્રાઇમ દ્વારા કોલકાતાથી ધરપકડ
પ્રખ્યાત કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વિવિધ વેબસાઈટ પર ઓછા ભાવે વેચાણ કરતા સોફટવેર એન્જીનીયીરની સાયબર ક્રાઈમે કોલકાત્તાથી ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતિ પ્રમાણે આરોપી ટેકનિકલ એક્સપર્ટ હોવાથી પૈસા કમાવવા માટે આ ધંધો કરતો હતો.કોલકાતાથી પકડાયલા આ આરોપીનું નામ આદિત્ય ભીમરાજકા છે. જેણે પ્રસિદ્ધ સોફટવેર કુબેજેક્સને હેક કરીને તેને જુદી જુદી વેબસાઈટ પર વેચાણ માટે મુક્યુ હતુ.

સોફ્ટવેર કંપનીએ ફરિયાાદ નોંધાવી
6 મહિના પહેલા સોફટવેર કપંની પાસે એક ગ્રાહક સોફટવેર ખરીદી કરવા આવ્યો. ત્યારે સોફટવેર કપંનીએ રૂ 4 લાખનું તેને કોટેશન આપ્યું હતુ. જેથી ગ્રાહકે કહ્યું કે અહીં તમે ઊંચા ભાવે સોફટવેર વેચો છો અને અન્ય વેબસાઈટ પર 15થી 20 હજારમા સોફટવેર મળે છે. આ સોફટવેર કુબેજેક્સની પ્રોડકટ છે, જેનુ લાયસન્સ અને કોપીરાઈટ હોવાથી કોઈ વેચાણ કરી ના શકે. ત્યારબાદ તે ગ્રાહકે ફાઈવર, ટ્વીટર અને ગુગલમા જુદી જુદી વેબસાઈટ પર સર્ચ કરીને વિવિધ વેબસાઇટ પર વેચાણ માટે મુકેલા આ સોફ્ટવેરને બતાવ્યું હતું. ત્યારબાદ કપંનીએ સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી હતી. જેથી સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરવામા આવી છે.

આરોપી સોફ્ટવેર એન્જીનીયર છે
આરોપી આદીત્ય ભીમરાજકા મૂળ કોલકાતાનો રહેવાસી છે. આરોપીએ ડિપ્લોમા ઈન સોફટવેર એન્જીનીયરીંગ અને ઓરેકલ એન્જીનીયરીંગસ CEPTનો અભ્યાસ કર્યો છે. સાથે જ ટેકનિકલી ઘણો હોંશિયાર પણ છે. જેથી ઓછા સમયમા પૈસા કમાવવા માટે કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વેબસાઈટ પર  વેચાણ માટે મુક્યુ હતુ. આરોપીએ સોફટવેર હેક કરીને જુદા જુદા નામે ચાર વેબસાઈટ પર ઓછી કિમંતમા વેચાણ માટે મુક્યું હતું. સાયબર ક્રાઈમે આ વેબસાઈટના યુઝરનેમ પાસવર્ડ આરોપી પાસેથી મેળવીને મોબાઈલ અને કોમ્પ્યુટર કબ્જે કર્યુ છે.  આ આરોપીએ અન્ય કોઈ સોફટવેર હેક કર્યુ છે કે અન્ય કોઈ છેતરપિંડી કરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.