Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરુચ પાસે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત

ભરૂચ નબીપુર નજીક સર્જાયો ગોઝારો અકસ્માતનબીપુર નજીક પરવાના હોટેલ સામે 5 વાહનો વચ્ચે અકસ્માત બે કન્ટેનર, એક લક્ઝરી બસ, એક સરકારી બસ તેમજ મારુતિ વાન વચ્ચે અકસ્માતમારુતિ વાનમાં સવાર બે લોકોનું ઘટના સ્થળે મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્તઈજાગ્રસ્તોને  ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાભરૂચ (Bharuch) જિલ્લામાં પસાર થતાં નેશનલ હાઇવે ૪૮ ઉપર વહેલી સવારે પાંચ વાહનો (Vehicle) વચ્ચે ગમખ્વાર અકàª
ભરુચ પાસે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત  3ના મોત
  • ભરૂચ નબીપુર નજીક સર્જાયો ગોઝારો અકસ્માત
  • નબીપુર નજીક પરવાના હોટેલ સામે 5 વાહનો વચ્ચે અકસ્માત 
  • બે કન્ટેનર, એક લક્ઝરી બસ, એક સરકારી બસ તેમજ મારુતિ વાન વચ્ચે અકસ્માત
  • મારુતિ વાનમાં સવાર બે લોકોનું ઘટના સ્થળે મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્તોને  ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
ભરૂચ (Bharuch) જિલ્લામાં પસાર થતાં નેશનલ હાઇવે ૪૮ ઉપર વહેલી સવારે પાંચ વાહનો (Vehicle) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો, જેમાં ઝનોર ગામની મારુતિ વાનનું બે બસો વચ્ચે કચુંબર થઈ જતા તેમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકો સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 1નું મોત થયું હતું. અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું.

નબીપુર પાસે સર્જાયો અકસ્માત
ભરૂચમાંથી પસાર થતા ને.હા ૪૮ ઉપર અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં અનેક લોકો પોતાના જીવ પણ ગુમાવે છે.  શનિવારે વહેલી સવારે નબીપુર નજીક આવેલી પરવાના હોટેલ સામે પાંચ વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાની માહિતી સાંપડી રહી છે. 
કન્ટેનર પાછળ 2 બસ અને મારુતિવાન અથડાયા
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના નબીપુર ગામ નજીક આવેલ ને.હા ૪૮ ઉપર પરવાના હોટેલ સામે વહેલી સવારે પાંચ જેટલા વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. રાત્રીના સમયે બ્રેક ડાઉન થયેલ કંટેનરની પાછળ 2 ખાનગી બસ, 1 સરકારી બસ તેમજ મારુતિવાન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મારુતિ વાનમાં સવાર પાંચ લોકો પૈકી બે લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત હોઈ તેમને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટના અંગેની જાણ નબીપુર પોલીસને કરાતા નબીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જાયેલા વાહનોને માર્ગ ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા
Advertisement
Tags :
Advertisement

.