વાહન અકસ્માતોને અટકાવવા પોરબંદર ટ્રાફિક પોલીસની અકસ્માત જાગૃતિ ઝૂંબેશ
રાજ્યમાં શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે ઉપર વાહન અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ક્યાંક પશુ સાથે તો ક્યાંક રોંગ સાઇડમાં આવતા વાહનો એકબીજા સાથે અથડાતા માનવ જીંગદી જોખમમાં મુકાય છે ત્યારે પોરબંદર પોલીસ દ્વારા વાહન અકસ્માતોને અટકાવવા રેડિયમ રિફલેક્ટર ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં વાહન માલીકો તથા ડ્રાઇવરોને ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃત કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા à
Advertisement
રાજ્યમાં શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે ઉપર વાહન અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ક્યાંક પશુ સાથે તો ક્યાંક રોંગ સાઇડમાં આવતા વાહનો એકબીજા સાથે અથડાતા માનવ જીંગદી જોખમમાં મુકાય છે ત્યારે પોરબંદર પોલીસ દ્વારા વાહન અકસ્માતોને અટકાવવા રેડિયમ રિફલેક્ટર ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં વાહન માલીકો તથા ડ્રાઇવરોને ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃત કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
ટ્રાફિક પોલીસે આપેલી વિગત મુજબ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં થતા વાહન અકસ્માતોને અટકાવવા રાજ્યના તમામ જિલ્લા, શહેરોમાં રેડિયમ રિફલેક્ટર ડ્રાઇવનું આયોજન કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. જે અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગૌસ્વામી તેમજ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં માર્ગ અકસ્માત નિવારણ હેતુથી ૧૩ ડિસેમ્બરથી રર ડિસેમ્બર રેડિયમ રિફલેક્ટર લગાવવા અંગે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે ડ્રાઇવ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ, રાજ્ય માર્ગ તેમજ અન્ય માર્ગ ઉપર વાહન માલીકો-ડ્રાઇવરોને જાગૃત કરવા હેતુસર અવેરનેશ કેમ્પેઇન કરી હાઇવે પર પાર્ક કરેલ વાહનો બંધ હાલતમાં પડેલ વાહનો હટાવી રેડિયમ રિફલેક્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ લાંબા રૂટમાં ડ્રાઇવીંગ કરતા વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી કે રાત્રીના સમયે ઉંઘ આવે ત્યારે વાહન વ્યવસ્થિત પાર્ક કરી હોટલ, ધાબા કે ગેસ્ટ હાઉસમાં આરામ કરવો જોઇએ અને ડ્રાઇવીંગ ન કરવું જોઇએ જેથી ઉંઘ કે જોકુ આવી જવાથી અકસ્માતના બનાવ બનતા અટકાવી શકાય તેમજ ડ્રાઇવરોને સીટ બેલ્ટ, ટુ-વ્હીલ ચાલકોને હેલમેટ પહેરવા તેમજ ચાલુ વાહને સેલફોનનો ઉપયોગ ન કરવા અને ગતી મર્યાદામા વાહન ચલાવવા ટ્રાફિક જાગૃતિ અંગે અવેરનેશની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પોરબંદર જિલ્લા ટ્રાફિક પીએસઆઇ કે. બી. ચૌહાણ, એએસઆઇ બી. કે. ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસહ જાડેજા તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો જોડાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.