Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPની જીત, 240માંથી 131 બેઠકો પર બાજી મારી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCDના ચૂંટણી પરિણામોનું ચિત્ર સાફ થઈ ગયું છે. 15 વર્ષ બાદ MCD ભાજપના હાથમાંથી સરકી ગયું છે. આમ આદમી પાર્ટીને 250માંથી અડધાથી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી MCDની કુલ 250 બેઠકોમાંથી 131 બેઠકો જીતી લીધી છે આ પરિણામો વિશે આટલી ચર્ચા શા માટે છે?આના ત્રણ કારણો છે. સ્વાભાવિક રીતે પહેલું કારણ એ
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં aapની જીત  240માંથી 131 બેઠકો પર બાજી મારી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCDના ચૂંટણી પરિણામોનું ચિત્ર સાફ થઈ ગયું છે. 15 વર્ષ બાદ MCD ભાજપના હાથમાંથી સરકી ગયું છે. આમ આદમી પાર્ટીને 250માંથી અડધાથી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી MCDની કુલ 250 બેઠકોમાંથી 131 બેઠકો જીતી લીધી છે 

આ પરિણામો વિશે આટલી ચર્ચા શા માટે છે?
આના ત્રણ કારણો છે. સ્વાભાવિક રીતે પહેલું કારણ એ છે કે તે નેશનલ કેપિટલ રિજનમાં આવે છે. બીજું- દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જે અહીં 2013થી ઘણી મજબૂત બની છે. ત્રીજું- દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કદમાં મોટી છે. 2022-23 માટે તેનું બજેટ 15,276 કરોડ રૂપિયા છે. વિસ્તારની વાત કરીએ તો MCDનો વિસ્તાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા ત્રણ ગણો વધુ છે.
શરૂઆતી વલણમાં જોવા મળી હતી કાંટાની ટક્કર 
જ્યારે સવારે 8 વાગ્યે ટ્રેન્ડ આવવાનું શરૂ થયું ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ પછી AAP 40 સીટો પર પહોંચી ગઈ, તો ભાજપ 15 બેઠકો સાથે વલણોમાં પાછળ જોવા મળ્યું હતું. આ પછી ભાજપ ફરી એકવાર 104 અને પછી 126 સીટો સાથે આગળ વધ્યું હતું. બાદમાં બંને પક્ષો વચ્ચે સરખી હરીફાઈ થઈ હતી. જોકે, સવારે 10:30 વાગ્યા પછી ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું..અને આમ આદમી પાર્ટી દિલ્લી મ્યુનિસિલ કોર્પોરેશન પર કબ્જો કરવા જઇ રહી છે તે સ્પષ્ટ થઇ ગયું 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.