Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તરાખંડમાં AAPને મોટો ઝટકો, મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેલા કર્નલ અજય કોઠિયાલનું રાજીનામું

ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં ગયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન AAPના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર રહેલા કર્નલ અજય કોઠિયાલે રાજીનામું આપ્યું છે. ત્યારબાદ ત્યાંના રાજકારણમાં ભારે હલચલ થઇ છે. કર્નલ અજયે આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અજયે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં કહ્યું કે હું ભૂતપૂર્વ સૈનિકો, ભૂતપૂર્વ પેરàª
ઉત્તરાખંડમાં aapને મોટો ઝટકો  મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેલા કર્નલ અજય કોઠિયાલનું રાજીનામું
ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં ગયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન AAPના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર રહેલા કર્નલ અજય કોઠિયાલે રાજીનામું આપ્યું છે. ત્યારબાદ ત્યાંના રાજકારણમાં ભારે હલચલ થઇ છે. કર્નલ અજયે આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અજયે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં કહ્યું કે હું ભૂતપૂર્વ સૈનિકો, ભૂતપૂર્વ પેરા-સર્વિસમેન, વડીલો અને બૌદ્ધિકોની લાગણીઓને માન આપીને પાર્ટી છોડી રહ્યો છું.
અજય કોઠીયાલે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટી તરફથી હાલ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અજય કોઠીયાલે પોતાનું રાજીનામું દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. ઉત્તરાખંડના ચૂંટણી પ્રચારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કર્નલ કોઠિયાલની નિકટતા ચર્ચાનો વિષય બની હતી. તેમણે AAPમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અનેક રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.
Advertisement

ગંગોત્રીમાંથી ચૂંટણી હાર્યા હતા
કર્નલ અજય કોઠીયાલે આ વર્ષે યોજાયેલી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં AAPની ટિકિટ પર ગંગોત્રી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જો કે આ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ એવી કારમી રીતે હાર્યા હતા કે જામીન પણ જપ્ત થઇ હતી. તેમને માત્ર 6161 મત મળ્યા, જે કુલ મતોના માત્ર 10.33 ટકા હતા. અજય કોઠિયાલની સાથે AAPના કાર્યકારી અધ્યક્ષ ભૂપેશ ઉપાધ્યાયએ પણ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની નીતિઓથી નારાજ થઈને ભૂપેશ ઉપાધ્યાયે આ પગલું ભર્યું છે.
કર્નલ અજયે શા માટે આપ્યું રાજીનામું?
કર્નલના રાજીનામા બાદ જે વાતો સામે આવી રહી છે તે પ્રમાણે પાર્ટીની અંદર તેમને સાઇડલાઇન કરતા હોવાથી તેઓ નારાજ હતા. ઉલ્લેખનીય છે કે AAPએ ઉત્તરાખંડમાં હાલમાં જ દીપક બાલીને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. બાલીના પ્રમુખ પદ સંભાળતાની સાથે જ AAPમાં વિખવાદ શરુ થયો. નવા અધ્યક્ષના શપથ સમારોહમાં કર્નલ કોઠીયાલ જોવા મળ્યા ન હતા. જો કે આ અંગે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે સ્વાસ્થ્યના કારણે તેઓ સમારોહમાં આવ્યા નહોતા.  જો કે જ્યારે દેહરાદૂનમાં પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત તઇ ત્યારે પણ પાર્ટીના સીએમ ઉમેદવાર કર્નલ અજય કોઠીયાલ ગેરહાજર હતા.
કર્નલે આતંકવાદીઓને ઠાર કર્યા હતા
કર્નલ અજય કોઠીયાલે ભારતીય સેનામાં રહીને 17 આતંકીઓને ઠાર કર્યા હતા, જે બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. તે ટિહરી ગઢવાલના ગુરદાસપુરનો રહેવાસી છે. તેઓ બે વખત એવરેસ્ટ પર ચઢી ચૂક્યા છે. તેમણે એવરેસ્ટ સુધી અનેક અભિયાનોનું નેતૃત્વ પણ કર્યું છે. કેદારનાથ પુનઃનિર્માણ વખતે પણ તેમની ભૂમિકા ખૂબ જ સક્રિય હતી.
Tags :
Advertisement

.