AAP નેતાની ઘર વાપસી, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં જોડાયા, AAP પર લગાવ્યા ગંભીર આક્ષેપો
ભાજપની B ટીમ છે આપ: ઈન્દ્રનિલ રાજ્યગુરૂમારા પિતાના સમયથી કોંગ્રેસમાં હતો : ઈન્દ્રનિલ રાજ્યગુરૂકોંગ્રેસ છોડવા પર પરિવાર સહમત ન હતો: ઈન્દ્રનિલ રાજ્યગુરૂગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના હાથે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ તકે ગુજરાત પ્રદેશ પà«
- ભાજપની B ટીમ છે આપ: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
- મારા પિતાના સમયથી કોંગ્રેસમાં હતો : ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
- કોંગ્રેસ છોડવા પર પરિવાર સહમત ન હતો: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના હાથે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ તકે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યાં હતા.
લોકોને મૂર્ખ બનાવે છે AAP
ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ (Inranil Rajyaguru) પત્રકારોને જણાવ્યું કે, મારા પિતાના સમયથી કોંગ્રેસમાં રહ્યો છું. કોંગ્રેસ છોડવા પર પરિવાર સહમત નહોતો. હું AAPમાં એટલે ગયો કે ભાજપ દેશ માટે ખરાબ પાર્ટી છે અને તેને ગુજરાતમાં હરાવવી જરૂરી છે તેથી મેં AAP જોઈન કરી કદાચ ત્યાંથી હરાવી શકું પણ AAPની જે રીતની ફંક્શનિંગ જોઈ જેમ ભાજપ લોકોને મૂર્ખ બનાવે તેમ આમ આદમી પાર્ટી (AAP) પણ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે.
ભાજપની B ટીમ છે AAP
કોંગ્રેસમાં (Congress) આવું ક્યારેય નહોતું થતું અને તે મને સારૂ લાગે છે એટલે હું ફરીથી અહીં આવ્યો છું. આમ આદમી પાર્ટી (AAP) લોકોને મૂર્ખ બનાવીને ન માત્ર સત્તામાં આવવા માંગે છે પણ ભાજપમાં સત્તામાં રહે તે માટે B ટીમ તરીકે કામ કરે છે. તેથી હું મારા પોતાના ઘરે આવી ગયો છું અને મને સારૂ લાગી રહ્યું છે.
કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખે છે
ગુજરાતની પ્રજા જાણે છે કે હું જો કોઈનો ખેસ પહેરું તો તે પંજો જ હતો. ભાજપની અનેક ઈચ્છા છતાં તેમાં ક્યારેય ગયો નથી અને એ બાજુ વળીને જોયું પણ નથી. ભાજપ દેશ માટે ખુબ નબળી પાર્ટી છે, સત્તા માટે કોઈ પણ નબળું કામ કરે છે. કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખે છે પાર્ટીને પાછળ રાખે છે. આમ આદમી પાર્ટી દેશ અને રાજ્યને પાછળ રાખે છે અને પોતાની સત્તાને આગળ રાખવાની ભાજપ જેવી જ તેમની માનસિકતા છે.
ઈન્દ્રનિલ રાજ્યગુરૂ આપ પર ગંભીર આક્ષેપ કર્યાં
- મારા પિતાના સમયથી કોંગ્રેસમાં હતો : ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
- કોંગ્રેસ છોડવા પર પરિવાર સહમત ન હતો: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
- ભાજપને હરાવવા આપમાં જોડાયો: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
- આપ લોકોને મૂર્ખ બનાવે છે, કોંગ્રેસમાં આવું ક્યારેય નહોતું થતું: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
- ભાજપની B ટીમ છે આપ: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
- હું મારા પોતાના ઘરમાં આવી ગયો છું અને મને ખુબ સારૂ લાગે છે: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
Advertisement