પંજાબની AAP સરકારે એક જ મહિનામાં જાહેરાતો પર આટલો ખર્ચ કર્યો, વિપક્ષે સવાલ ઉઠાવ્યા
પંજાબમાં તાજેતરમાં બનેલી આમ આદમી પાર્ટીની સરકારે એક મહિનામાં જાહેરાતો પર ઘણો ખર્ચ કર્યો છે. જેના કારણે હવે વિપક્ષ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તો લોકો પણ આ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. પંજાબ સરકારે એક મહિનામાં જાહેરાતો પાછળ કરેલા ખર્ચનો ખુલાસો એક RTI દ્વારા થયો છે. જે મુજબ એક મહિનાની અંદર પંજાબ સરકારે 24 કરોડ જાહેરાતો પાછળ ખર્ચ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ અમરિન્દર સિંà
06:08 PM Jun 18, 2022 IST
|
Vipul Pandya
પંજાબમાં તાજેતરમાં બનેલી આમ આદમી પાર્ટીની સરકારે એક મહિનામાં જાહેરાતો પર ઘણો ખર્ચ કર્યો છે. જેના કારણે હવે વિપક્ષ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તો લોકો પણ આ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. પંજાબ સરકારે એક મહિનામાં જાહેરાતો પાછળ કરેલા ખર્ચનો ખુલાસો એક RTI દ્વારા થયો છે. જે મુજબ એક મહિનાની અંદર પંજાબ સરકારે 24 કરોડ જાહેરાતો પાછળ ખર્ચ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વડિંગે આપ સરકાર સામે પહેલા મહિનામાં જ જાહેરાતો પર 24 કરોડના ખર્ચ અંગે સવાલ ઉઠાવ્યા છે.
વડિંગે જાહેરાતો માટે સરકારના વિશાળ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર પ્રચારના ઓક્સિજન પર જીવંત છે, જેના પર તે દરરોજ લગભગ એક કરોડ રૂપિયા ખર્ચે છે. તેમણે કહ્યું કે સરકાર પાસે પોતાને કાયમી ટકાવી રાખવા માટે કોઈ પણ કામનો શ્રેય નથી. જેના કારણે તે શ્વાસ લેવા અને ઓક્સિજનનું લેબલ જાળવવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, જે ચોક્કસપણે સારા સ્વાસ્થ્યની નિશાની નથી.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ એ જ પાર્ટી છે, જેણે ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તમામ વધારાના ખર્ચમાં ઘટાડો કરવામાં આવશે. તેઓ મુખ્યમંત્રીને પૂછવા માંગે છે કે જાહેરાતો પર આટલો બધો ખર્ચ કરવાની જરૂર કેમ પડી અને તે પણ શરૂઆતના દિવસોમાં માત્ર એક મહિનામાં. રાજ્યની દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપવાના તમારા દ્વારા કરવામાં આવેલા વચનનું શું થયું?
ઉલ્લેખનીય છે કે માત્ર એપ્રિલ મહિનામાં જ મુખ્યમંત્રી ભગવંત માનની સરકારે પ્રચાર અને જાહેરાતો પાછળ 24 કરોડ 40 લાખ 37 હજાર રૂપિયા ખર્ચ કર્યા છે. જેનો હવે ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે. આ સાથે જ લોકો આમ આદમી પાર્ટી દ્વારા સરકારની રચના પહેલા જનતાને આપેલા વચનો પર સવાલ ઉઠાવી રહ્યા છે.
Next Article