Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાશ્મીરમાં ફરી વખત 1990 જેવો સમય આવ્યો, ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ: અરવિંદ કેજરીવાલ

કાશ્મીરમાં 1990 જેવો સમય ફરીથી આવ્યો છે. કેન્દ્રની મોદી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઇ છે. આ શબ્દો દિલહીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના છે. કાશ્મીરમાં ફરી એકવાર શરૂ થયેલા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. જેની સામે દેશભરમાં વિવિધ જગ્યાએ અવાજ ઉઠી રહ્યો છે. રવિવારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર જન આક્રોશ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિ
કાશ્મીરમાં ફરી વખત 1990 જેવો સમય આવ્યો  ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ  અરવિંદ કેજરીવાલ
કાશ્મીરમાં 1990 જેવો સમય ફરીથી આવ્યો છે. કેન્દ્રની મોદી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઇ છે. આ શબ્દો દિલહીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના છે. કાશ્મીરમાં ફરી એકવાર શરૂ થયેલા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. જેની સામે દેશભરમાં વિવિધ જગ્યાએ અવાજ ઉઠી રહ્યો છે. રવિવારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર જન આક્રોશ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ રેલીને સંબોધિત કરવા સ્થળ પર પહોંચ્યા હતા.
કાશ્મીરમાં ફરી 1990 જેવો સમય આવ્યો
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે કાશ્મીરમાં 1990 જેવો સમય ફરી આવી ગયો છે. કેન્દ્ર સરકાર કાશ્મીરી પંડિતોના જીવ બચાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. કાશ્મીરી પંડિતો હિજરત કરવા મજબૂર છે. આજે કાશ્મીરી પંડિતોની હત્યાથી આખો દેશ દુઃખી છે. કેજરીવાલે કાશ્મીરમાં માર્યા ગયેલા નાગરિકો અને શહીદ સૈનિકોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમણે આગળ કહ્યું કે આજે કાશ્મીરી પંડિતો હિજરત કરવા મજબૂર છે. કારણ કે તેઓ ભયમાં છે અને ભાજપ સરકાર પાસે પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. પરંતુ ભાજપ સરકાર તેમને સુરક્ષા આપી શકતી નથી.આજે કાશ્મીરમાં ફરી 1990નો સમય આવ્યો છે.
Advertisement

સરકાર પાસે કોઇ યોજના નથી
કેજરીવાલે કહ્યું કે સરકાર પાસે આ અંગે કોઈ યોજના નથી. જ્યારે પણ કાશ્મીરમાં કોઈ હત્યા થાય છે, ત્યારે સમાચાર આવે છે કે ગૃહમંત્રી દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકોથી કંઈ થવાનું નથી, હવે કાશ્મીર કાર્યવાહી ઈચ્છે છે. કાશ્મીરમાં જે કંઈ થઈ રહ્યું છે તેને લઈને દરેક ભારતીયના મનમાં ગુસ્સો અને ચિંતા છે. કાશ્મીરી પંડિતોને પસંદગીપૂર્વક મારવામાં આવી રહ્યા છે. આજે ફરી કાશ્મીરી પંડિતોને તેમની વતન છોડવાની ફરજ પડી છે.
કેજરીવાલે સરકાર પાસે 4 માગ કરી
CM કેજરાવાલે કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગ રોકવા માટે મોદી સરકાર પાસે ચાર માગણી કરી છે. કેજરીવાલે કહ્યું કે મને જાણવા મળ્યું છે કે પીએમ રાહત યોજના હેઠળ કાશ્મીરમાં 4,500 કાશ્મીરી પંડિતોને સ્થાયી કરવામાં આવ્યા હતા અને તેમને નોકરી આપવામાં આવી હતી. પરંતુ તેમની પાસેથી એક બોન્ડ સાઇન કરાવ્યો હતો કે તમારે કાશ્મીરમાં જ કામ કરવું પડશે. આજે કાશ્મીરી પંડિતો માંગ કરી રહ્યા છે કે આ બંધન નાબૂદ કરવામાં આવે. સીએમ કેજરીવાલે કહ્યું કે આજે અમારી પાસે સરકાર પાસે ચાર માગ છે.
  • કાશ્મીરી પંડિતો અને સેનાની સુરક્ષા માટેની યોજના વિશે દેશને જણાવો.
  • કાશ્મીરી પંડિતોએ ભરેલા બોન્ડ રદ કરવા જોઈએ.
  • કાશ્મીરી પંડિતોની તમામ માંગણીઓ પૂર્ણ થવી જોઈએ.
  • કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવી જોઈએ.

...તો પાકિસ્તાન ખતમ થઇ જશે
કેજરીવાલે કહ્યું કે હું કાશ્મીરીઓને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી તમારી સાથે છે. કાશ્મીર અંગે ચર્ચા કરવા માટે હું એક-બે દિવસમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીશ. કાશ્મીરી પંડિતોના હિતમાં જે પણ થશે તે હું કરીશ. આ સિવાય પાકિસ્તાન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પાડોશી દેશ પાકિસ્તાને રોજેરોજ નાપાક હરકતો કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે કાશ્મીર આપણું હતું, આપણું છે અને આપણું જ રહેશે. તેમણે કહ્યું પાકિસ્તાન અમને ઉશ્કેરે નહીં, જો ભઆરતે કાર્યવાહી કરી તો પાકિસ્તાન ખતમ થઈ જશે.
Advertisement
Tags :
Advertisement

.