Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શોશિયલ મીડિયાની મદદથી હેકર્સ બની ટ્રાવેલ્સ એજન્સીના માલિક સાથે છેતરપિંડી આચરનાર યુવકની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

Youtube ની મદદ થી હેકર્સ બનેલા યુવકે ટ્રાવેલ એજન્સી ના માલિક ને લગાવ્યો ચૂનો... વેબસાઈટ હેક કરી ઓનલાઇન ટિકિટ બુક કરી છેતરપિંડી આચરી સાયબર ક્રાઇમ ની ટીમે હરિયાણા યુવકની ધરપકડ કરી. કોણ છે આ હેકરસ યુવક આવો જોઈએ ક્રાઇમ એલર્ટ...
શોશિયલ મીડિયાની મદદથી હેકર્સ બની ટ્રાવેલ્સ એજન્સીના માલિક સાથે છેતરપિંડી આચરનાર યુવકની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

Youtube ની મદદ થી હેકર્સ બનેલા યુવકે ટ્રાવેલ એજન્સી ના માલિક ને લગાવ્યો ચૂનો... વેબસાઈટ હેક કરી ઓનલાઇન ટિકિટ બુક કરી છેતરપિંડી આચરી સાયબર ક્રાઇમ ની ટીમે હરિયાણા યુવકની ધરપકડ કરી. કોણ છે આ હેકરસ યુવક આવો જોઈએ ક્રાઇમ એલર્ટ માં...

Advertisement

સાયબર ક્રાઇમ પોલીસ કસ્ટડીની ઉભેલા આરોપીનું નામ અમર જગદીશ નાયક છે. મૂળ હરિયાણાનો રહેવાસી આ ભેજા બાજ એ અમદાવાદના ટ્રાવેલ કંપનીના માલિકને લાખો રૂપિયાનું ચૂનો લગાડી ચૂક્યો છે. આરોપી અમરે ટ્રાવેલ કંપનીના વેપારીની વેબસાઈટ હેક કરીને ઓનલાઈન એર ટિકિટ હોટલ બુકીંગ બસ બુકિંગ મોબાઇલ રિચાર્જ બિલ પેમેન્ટ અને ગિફ્ટ વાઉચર નું ઓનલાઈન બુકિંગ કરી 7 લાખ 35 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપી વેબસાઈટ હેક કરીને કંપનીના ખાતામાં માત્ર એક થી દોઢ રૂપિયો જમા કરતો અને બાકીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઈ આચરતો હતો.

સાયબર ક્રાઇમના ACP જે. એમ. યાદવે જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી અમર નાયક માત્ર ધોરણ 12 સુધીનું અભ્યાસ કર્યો છે... પોતાના મોજ શોખ પૂરા કરવા માટે youtube પર હેકર્સ બનવા માટે ઓનલાઈન વિડીયો જોવાનું શરૂ કર્યું અને થોડાક સમયમાં તેને હેકર્સની માસ્ટરી પણ મેળવી લીધી. અને વેબસાઈટ હેક કરીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી.

Advertisement

આરોપીની પૂછપરછમાં ખુલાસા થયા છે કે જે કંપનીની વેબસાઈટ નબળી હોય અને સરળતાથી તેને હેક કરી શકાય તેવી હોય તે પ્રકારની વેબસાઈટને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરતો હતો... છેલ્લા દોઢ વર્ષથી છેતરપિંડી આચરતો આ આરોપીને પોતાની સાથે જ એક કડવો અનુભવ થયો હતો જેમાં તેને આ જ પ્રકારે દિલ્હી માં એક હોટલ બુકિંગ કરાવી હતી અને હોટલમાં રહેવા જતા હોટલ માલિકે બુકિંગ ખોટું હોવાથી હોટલમાં સ્ટે કરવા માટે ઇનકાર કર્યો હતો.

કોઈ રહેવાની જગ્યા ન મળતા આરોપીને એક રાત દિલ્હીના ફૂટપાથ ઉપર ઊંઘવાનો વારો આવ્યો હતો... તે સમય દરમિયાન ચોરના ઘરે જ ચોરી થઈ તેવી કહેવત ને સાર્થક કરતો કિસ્સો આરોપી સાથે બન્યો અને રાત્રિના સમય ફૂટપાથ ઉપર સૂતો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા છોડ ઈ સમયે તેના મોબાઈલની ચોરી કરી ફરા થઈ ગયો હતો... આરોપી નો મોબાઇલ ચોરી જતા તેનો ધંધો થઈ ગયો હતો પરંતુ ટૂંક સમયમાં ફરીએ ઉભો થયો અને ફરી એક વખત લોકો સાથે સગાઈ કરવાનું શરૂ કરી દીધું...

Advertisement

આરોપી સામે હરિયાણા માં છેડતી અને છેતરપિંડી ની ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે... હાલ તો પોલીસે આ આરોપી સાથે અન્ય કોઈ આરોપીની છે કે કેમ સાથે અન્ય કોઈ પ્રકારે ગુનાઓ આચાર્ય છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

અહેવાલ : પ્રદીપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો : પંચમહાલ – દરગાહ ખાતે માથું ટેકવી માનતા પૂરી કરવા ગયેલા પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

Tags :
Advertisement

.