ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલના યુવાનને કાગવડ પાસે રેલવે વીજ લાઈનનો કરંટ લાગતા મોત

ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા કેટલાક યુવાનો રાત્રિના કાગવડ ખાતે રેલવે ટ્રેક પાસે હોય દરમિયાન પોલ ઉપર ચડતી વખતે એક યુવાનને રેલવે વીજલાઈનનો કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતોકાગવડ ખાતે ટ્રેક પાસેની  ઘટના પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સૈનિક સોસાયટીમાં રહેતા દિનેશ ધીરુભાઈ રાઠોડ (ઉ.વ. 31) સહિતના કેટલાક યુવાનો ગતરાત્રિના કાà
09:44 AM Feb 23, 2023 IST | Vipul Pandya
ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા કેટલાક યુવાનો રાત્રિના કાગવડ ખાતે રેલવે ટ્રેક પાસે હોય દરમિયાન પોલ ઉપર ચડતી વખતે એક યુવાનને રેલવે વીજલાઈનનો કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો
કાગવડ ખાતે ટ્રેક પાસેની  ઘટના 
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સૈનિક સોસાયટીમાં રહેતા દિનેશ ધીરુભાઈ રાઠોડ (ઉ.વ. 31) સહિતના કેટલાક યુવાનો ગતરાત્રિના કાગવડ ખાતે રેલવે ટ્રેક પાસે હતા તે દરમિયાન દિનેશ વીજપોલ પર ચડવા જતા તેને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વીરપુર પોલીસે તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં તપાસનીશ જમાદાર જેન્તીભાઇ મજેઠિયા એ શંકા કરી જણાવ્યું હતું કે ઉપરોક્ત યુવાન સહિતના તેના સાથીદારો કોપરનો વાયર ચોરી કરવાના પ્લાનથી આવ્યા હોવા જોઈએ અને કરંટ લાગવાથી મોત નિપજ્યું હશે. સત્ય હકિકત ફોરેન્સિક રિપોર્ટ બાદ જાણવા મળશે.
યુવાનના પરિવારજનો એ હત્યાને શંકા દર્શાવી
ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ઘસી આવેલ યુવાનના પરિવારજનોએ શંકા વ્યક્તિ કરતાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા અજાણ્યા પાંચ થી છ શખ્સો દિનેશને મારવા માટે આવ્યા હતા અને  તેઓએ હત્યાની શંકા દાખવતા દિનેશના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આપણ  વાંચો-ઈલેક્ટ્રીક વાહન લઇને MLA પહોંચ્યા વિધાનસભા, સામાન્ય જનતાને ઉપયોગ કરવા કર્યો અનુરોધ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AtKagawadElectricityGondalGujaratFirstRailwaytracksSoldierSocietyYoungmandies
Next Article