વિધાનસભામાં ધારાસભ્યો માટે બે દિવસીય કાર્યશાળાનું થશે આયોજન, લોકસભા સ્પીકર ઓમ બિરલા કરશે ઉદ્ઘાટન
આવતીકાલથી વિધાનસભામાં ધારાસભ્યો માટે બે દિવસીય કાર્યશાળા યોજાશેઆવતીકાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કાર્યશાળાનું ઉદ્દઘાટન કરશે કાર્યશાળાના આયોજન અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાનું કામ સારી રીતે કરી શકે તે માટે કાર્યશાળા યોજાશે ધારાસભ્યએ ઘણી બાબતો શીખવાની હોય છે ચૂંટાયા પછી અપડેટ રહેવું અને નવું શીખવું જોઈએ 10 જેટલા સેશન આ બે દિવસ
07:27 AM Feb 14, 2023 IST
|
Vipul Pandya
- આવતીકાલથી વિધાનસભામાં ધારાસભ્યો માટે બે દિવસીય કાર્યશાળા યોજાશે
- આવતીકાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કાર્યશાળાનું ઉદ્દઘાટન કરશે
- કાર્યશાળાના આયોજન અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન
- ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાનું કામ સારી રીતે કરી શકે તે માટે કાર્યશાળા યોજાશે
- ધારાસભ્યએ ઘણી બાબતો શીખવાની હોય છે
- ચૂંટાયા પછી અપડેટ રહેવું અને નવું શીખવું જોઈએ
- 10 જેટલા સેશન આ બે દિવસ દરમિયાન યોજાશે
- સમાપન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરશે
- મુખ્યમંત્રી અને મંત્રીઓ અને તમામ ધારાસભ્યો અપેક્ષિત છે
- રાજ્યસભા અને લોકસભામાં સાંસદ સભ્યો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે
- પૂર્વ સ્પીકર, પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી માટે પણ વ્યવસ્થા કરી છે
- દરેક પક્ષના આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે
------------------------------------------------------------------------------------------------------
ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ વિધાનભાની ચૂંટણીનું પરિણામ ભાજપના તરફેણમાં આવ્યું છે. 156 સીટો સાથે ભાજપે વિપક્ષના સૂપડાસાફ કરી દીધા છે. કોંગ્રેસની સ્થિતિ એટલી ખરાબ છે કે તે વિપક્ષના નેતાનું પદ પણ ન મળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ વખતે ભાજપે નવા ચહેરાઓ સાથે જીત મેળવી છે. જેઓ વિધાનસભાની કાર્યપ્રણાલીથી પૂરી રીતે પરિચત નથી. જેમને વિધાનસભાની કાર્યપ્રણાલીની સમજ આપવા એક ખાસ કાર્ય શિબિરનું આયોજન કરવામા આવ્યું છે. આ આયોજન 15 અને 16 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવેલ છે. જેમા
ગુજરાતમાં 15મી વિધાનસભામાં નવા સભ્યોની સંખ્યા વધારે છે. વિધાનસભાની સમગ્ર કામગીરી કેવી રીતે થાય છે અને પદની ગરીમાનું કેવી રીતે માન જાળવવું તે તમામ મુદ્દે ધારાસભ્યોને આવતીકાલથી બે દિવસ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ તાલીમ આપવામા આવશે. નવા ધારાસભ્યોને વિધાનસભાની કાર્યપ્રણાલી અંગે ભાગ્યેજ કોઈ માહિતી છે અને તેથી તેમને તાલીમબદ્ધ કરવા માટે આ આયોજન કરાયું છે. આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા કરશે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સભ્યોને ગૃહની પરંપરા, ગૃહની કાર્યપદ્ધતિ તેમજ સંસદીય કાર્ય શૈલીની વિગતો આપવા સહિત ઘણી બધી મહત્વની બાબતોને લઈ ચર્ચાઓ કરવામાં આવવાની છે. આપને જણાવી દઇએ કે, ધારાસભ્યએ ઘણી બાબતો શીખવાની હોય છે. ચૂંટાયા પછી અપડેટ રહેવું અને નવું શીખવું પણ જરૂરી છે.
આવતીકાલથી યોજાતા બે દિવસ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ 10 જેટલા સેશન થવાના છે. વિધાનસભા સચિવાલય દ્વારા આ પ્રકારની બે દિવસીય કાર્યશાળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. વળી 16મીએ સમાપન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. વિધાનસભાના અંદાજપત્ર સત્ર અગાઉ આ કાર્યશાળા યોજાઈ રહી છે અને વિધાનસભા સત્રમાં પણ તેનો પડઘો જોવા મળશે. વિધાનસભા સચિવાલય દ્વારા આ કાર્યશાળા અંગેની તૈયારીઓ અને આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો - આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવા તરફનું પગલું, કોપર ટ્યુબ ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article