Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતી કાલ થી જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ

જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર પોતાની કલા શૈલી માં ભારત ભરમાં નામના મેળવી છે. ત્યારે દર વર્ષે ઉત્તરાયણ બાદ રમત ગમત અને સાંસ્ક્રુતિક વિભાગ દ્વારા બે દિવસીય ઉત્તરાર્ધ માહિત્સવનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે 21 અને 22 જાન્યુઆરી એમ બે.દિવસીય મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ ના ખ્યાતનામ કલાકારો પોતાની કલા ના કામણ પાથà
આવતી કાલ થી જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ
જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર પોતાની કલા શૈલી માં ભારત ભરમાં નામના મેળવી છે. ત્યારે દર વર્ષે ઉત્તરાયણ બાદ રમત ગમત અને સાંસ્ક્રુતિક વિભાગ દ્વારા બે દિવસીય ઉત્તરાર્ધ માહિત્સવનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે 21 અને 22 જાન્યુઆરી એમ બે.દિવસીય મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ ના ખ્યાતનામ કલાકારો પોતાની કલા ના કામણ પાથરી ઉપસ્થિત પ્રેક્ષકો ને મંત્ર મુગ્ધ કરશે. આ બે દિવસ દરમિયાન મોઢેરા સૂર્ય મંદિર ને આહલાદક રોશની થી શણગારવામાં પણ આવે છે. ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં.આવી છે જેનો ફાઇનલ ઓપ પણ અપાઈ ચુક્યો છે. 
આવતી કાલે સાંજે મોટી સંખ્યામાં કલા. રસિકો આ પ્રોગ્રામ નિહાળવા માટે મોઢેરા આવી પહોંચશે. જેમાં સ્થાનિક નેતાઓ સાથે મંત્રી ઓ પણ ઉપસ્થિત રહી કલાકારોનું સન્માન કરવા હાજરી આપશે.દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમય થી ઉત્તરાર્ધ મહોત્સવની તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
પ્રથમ  દિવસેનો  કાર્યક્રમ 
  • ઉત્તરપ્રદેશના સુશ્રી દેવીકા દેવેન્દ્ર દ્વારા કથ્થક નૃત્ય, 
  • અમદાવાદના શ્રીમતી રૂચા ભટ્ટ દ્વારા ભરત નાટ્યમ,
  • અમદાવાદના સુશ્રી બિના મહેતા દ્વારા કુચીપુડી,
  • વડોદરાના સુશ્રી જીગ્નીષા વૈધ દ્વારા કથ્થક,
  • અમદાવાદના સુશ્રી સુપ્રવા મિશ્રા દ્વારા ઓડીસી,
  • કલકત્તાના શ્રી સોમભા બન્ડોપાધ્યાય દ્નારા મણીપુરી તેમજ 
  • અમદાવાદના સુશ્રી અભિતા પટેલ દ્વારા ગાયન રજૂ થનાર છે

બીજા દિવસે  22 જાન્યુઆરીના રોજ
  •  આંધપ્રદેશના ડો કે શ્રીવલ્લી દ્વારા કથ્થકલી,
  • અમદાવાદના રાધિકા મારફતીયા દ્વારા કથ્થક,
  • આંધપ્રદેશના ડો જીપદમજી રેડ્ડી દ્વારા કુચિપુડી,
  • દિલ્હીના સુશ્રી જયાપ્રાભામેનન દ્વારા મોહિની અટ્ટમ અને 
  • આસામના કુ ડિમ્પી બસૈયા દ્વારા સતરીયા ડાન્સ,
  •  અમદાવાદાના ગુરૂશ્રી સ્મિતા શાસ્ત્રી-શિષ્ય પ્રસીતા સુરાના દ્વારા કુચીપુડી તેમજ 
  • અમદાવાદના રાજલ બારોટ દ્વારા ગાયન રજૂ થનાર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.