અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ ઉપર ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ, સ્થળ પર લોકોની ભીડ ઉમટતા સર્જાયો ટ્રાફિક જામ
માર્ચ એન્ડિંગ આવતા જ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતો અને ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે બપોરના સમયે અંકલેશ્વરના અંસાર માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા આજુબાજુના લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર ફાઈટરોએ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. અંકલેશ્વરના અંસાર માર્કેટના અમરતૃપ્
12:52 PM Feb 16, 2023 IST
|
Vipul Pandya
માર્ચ એન્ડિંગ આવતા જ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતો અને ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે બપોરના સમયે અંકલેશ્વરના અંસાર માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા આજુબાજુના લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર ફાઈટરોએ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
અંકલેશ્વરના અંસાર માર્કેટના અમરતૃપ્તિ હોટલ નજીક ભંગારના એક ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં જુના વાહનો અને ટેમ્પામાં પણ આગ પસરી ગઈ હતી અને ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટર અને જાણ કરવામાં આવતા પાંચથી વધુ ફાયટર્સે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાના કારણે આજુબાજુના ગોડાઉનના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગવાના કારણે નેશનલ હાઇવે 48 ઉપર પણ સતત લોકોના મેળાવડા જામતા ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું હતું અને સતત મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ફાયર ફાઈટર્સે પણ સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો પરંતુ આગ ઉપર કાબુ મેળવવામાં ખાસ્સો વિલંબ સર્જાયો હતો . ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના અંસાર માર્કેટમાં ચાલી રહેલા કેટલાય ગોડાઉનમાં ફાયર સેફટી ના સાધનોના અભાવે પણ જ્યારે કોઈ આગની ઘટના ઘટે ત્યારે તેની ઉપર કાબુ મેળવવા માટે હંમેશા નિષ્ફળતા મળતી હોય છે અને સતત મોટા ફાયર ફાઈટરને બોલાવવાની ફરજ પડતી હોય છે ત્યારે ફાયર સેફટી ઇન્સ્પેક્ટર હોય કે પછી જીપીસીબી હોય ફાયર એનઓસી વિનાના ભંગારના ગોડાઉન ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે.
આ પણ વાંચોઃ જંબુસર તાલુકાના કાવી ગામમાં પશું ચોર ગેંગ સક્રિય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article