Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

G-20 સમિટ અનુસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે કચ્છની મુલાકાત લઇને તૈયારીની સમીક્ષા કરી

G-20ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. 7 થી 10 ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજે ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્છની મુલાકાત લઇને G-20  સમિટને લઇને થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી.દેશોના સભ્યો અહીંની મુલાકાત લેનાર હોવાથી પà«
01:24 PM Jan 18, 2023 IST | Vipul Pandya
G-20ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. 7 થી 10 ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજે ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્છની મુલાકાત લઇને G-20  સમિટને લઇને થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
દેશોના સભ્યો અહીંની મુલાકાત લેનાર હોવાથી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરી હતી
G-20સમિટના અનુસંધાને મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના સેક્રેટરી, અરવિંદસીંઘ, મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના ડાયરેકટર, આર.ડી.વેંકેટશન, ડાયરેકટર જસવિંદર સીંધ, ડાયરેકટરશ્રી રાધા કટયાલ નારંગ,G-20 સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરીશ્રી રાજીવ જૈન, ઓએસડી લેફ્ટનન્ટ કર્નલ  ડબલ્યુ.ડી.સીંઘ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પ્રથમ ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળ્યા હતા. G-20પરિષદમાં ભાગ લેનાર દેશોના સભ્યો અહીંની મુલાકાત લેનાર હોવાથી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરી હતી તેમજ વહીવટીતંત્ર સાથે આ મુદે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત ઉપસ્થિત રહ્યા
આ બાદ કેન્દ્રીય ટીમે વિશ્વ વિરાસત ધોળાવીરાની મુલાકાત લઇને અહીંની વ્યવસ્થા તથા અન્ય સંબંધિત મામલે કલેકટર દિલીપ રાણા સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત ધોરડો ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને G-20 પરિષદની સમગ્ર તૈયારી મામલે બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. ખુટતી કડીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજની આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત ઉપસ્થિત રહ્યા હતા.
 કચ્છમાં પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ થયો છે
આજે યોજાયેલ બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે કોઈ કચાસ ન રહે તે માટે તમામ દયાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. G-20 પરિષદમાં આવનાર સભ્યો કચ્છની સારી છાપ લઈને જાય તેમજ જે પણ પ્રવાસન ક્ષેત્રોમાં કોઈ અધૂરાશો હોય તે પૂર્ણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ છે ક્ચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ કોઈ કચાસ ન રહે તે માટે બેઠકોનો  ધમધમાટ ચાલી રહ્યો છે તૈયારીઓને આખરી ઓપ  આપવા માટે તમામ વિભાગો સજ્જ બન્યા છે.ઉલ્લેખનીય એ છે કે કચ્છમાં પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ થયો છે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે
આપણ  વાંચો- શિયાળામાં ઠંડીની સાથે વધ્યો વાયરલનો વાયરો,એક અઠવાડિયામાં નોંધાયા અધધ કેસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
administrationBhujG-20SummitgovernmentofindiaGujaratFirstheldameetingKuchofTourismDepartmentReviewofpreparation
Next Article