પાકિસ્તાનની મસ્જીદમાં નમાઝ દરમિયાન ભયંકર વિસ્ફોટ, 36ના મોત, 50થી વધુ ઘાયલ
તમને તો ખબર જ છે કે આતંકીઓનું
ઘર એટલે કે પાકિસ્તાન. પરંતુ આ આતંકવાદ કેટલીક વખત પાકિસ્તાનને પણ ખુબ જ નડે છે.
તમે સાંભળ્યું જ હશે કે પાકિસ્તાનમાં પણ અવાર નવાર મસ્જીદ અને શાળાઓમાં બોમ્બ
બ્લાસ્ટ થાય છે. તો પણ આ પાકિસ્તાન આતંકીઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવાના બદલે
તેનું સમર્થન કરે છે. હાલમાં જ પાકિસ્તાનના પેશાવરમાં એક મોટી ઘટના ઘટી છે. જેમાં
નમાઝ દરમિયાન ઈમામ બરગાહ મસ્જીદની અંદર એક ખતરનાક વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં
અત્યાર સુધીમાં કુલ 36 લોકોના મૃત્યું થયા છે. જ્યારે અંદાજીત 50થી વધારે લોકો
ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળ્યા છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ કોચા
રિસાલદાર ખાત ઈમામબાડમાં પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે
હુમલાખોરોએ બે પોલીસ ગાર્ડને ગોળી મારી હતી અને ત્યારબાદ તે વિસ્ફોટો સાથે મસ્જીદમાં
ઘુસી ગયા હતા. એટલા માટે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એક આત્મઘાતી હુમલો
હતો.