ચિત્તાઓને લઇને વિશેષ વિમાન પહોંચ્યું મધ્યપ્રદેશ, આજે 74 વર્ષ પછી ચિત્તા ભારતમાં
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાનશ્રી આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર ઘણા લોકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જોકે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસે ભારતની ધરતી પર ચિત્તાનું સ્વાગત કરશે. આજે 74 વર્ષ પછી ચિત્તા ભારતમાં આવી રહ્યા છે. આફ્રિકન દેશ નામિબિયાથી 16 કલાકની ફ્લાઈટ, એક સ્પેશિયલ પ્લેન, સ્પેશિયલ જમ્બો જેટ B747 આ àª
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાનશ્રી આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર ઘણા લોકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જોકે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસે ભારતની ધરતી પર ચિત્તાનું સ્વાગત કરશે. આજે 74 વર્ષ પછી ચિત્તા ભારતમાં આવી રહ્યા છે.
આફ્રિકન દેશ નામિબિયાથી 16 કલાકની ફ્લાઈટ, એક સ્પેશિયલ પ્લેન, સ્પેશિયલ જમ્બો જેટ B747 આ ચિત્તાઓને લઈને આવી ગયું છે. નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને એક વિશેષ ચાર્ટર્ડ કાર્ગો ફ્લાઈટ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારતીય વાયુસેના સ્ટેશન પર ઉતર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસ પર એમપીમાં કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડશે. આ ઐતિહાસિક અવસરની ખાસ વાત એ છે કે આજે વડાપ્રધાનશ્રી મોદીનો જન્મદિવસ પણ છે. તેઓ આજે 72 વર્ષના થવા જઈ રહ્યા છે.
Advertisement
મહત્વનું છે કે, નામીબિયાથી આ ચિત્તાઓને લાવતું વિશેષ વિમાન સવારે 6 વાગ્યે ગ્વાલિયર પહોંચ્યું. આ પ્લેનમાં આવેલા ચિત્તાઓમાં 5 માદા અને 2 નર છે. ગ્વાલિયર બાદ વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટર તેમને કુનો નેશનલ પાર્ક લાવી રહ્યા છે. આ ચિત્તાઓને શરૂઆતમાં ખાસ એન્ક્લોઝરમાં રાખવામાં આવશે. તેઓને અહીં થોડા સમય માટે ક્વોરેન્ટિન કરવામાં આવશે. ત્યારબાદ તેમને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે. વડાપ્રધાનશ્રી મોદી આ ચિત્તાઓને પિંજરાની લીવર ખેંચીને આ એન્ક્લોઝરમાં છોડશે. ચિત્તાઓને છોડ્યા બાદ વડાપ્રધાનશ્રી મોદી અહીં એક સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.
કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તાઓ નીકળી ગયા બાદ વડાપ્રધાનશ્રી મોદીએ શ્યોપુર જિલ્લાના કરહાલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. આ પછી, તેઓ 'સેલ્ફ હેલ્પ ગ્રુપ' એટલે કે SHGની મહિલાઓના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેઓ આ મહિલાઓને બેંક લોન એલોટમેન્ટ લેટર આપશે. જલ જીવન મિશન કીટ આપવામાં આવશે. વળી, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ વડાપ્રધાનશ્રી મોદી દ્વારા બનાવવામાં આવેલા ચાર કૌશલ્ય કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. આ પછી વડાપ્રધાનશ્રી મોદીનો ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે. વડાપ્રધાનશ્રી મોદી સાંજે નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી પણ લોન્ચ કરશે.
Advertisement