Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેટલેન્ડમાં પક્ષી ગણતરી દરમિયાન સેટેલાઇટ ટેગવાળી કુંજ મળી

પોરબંદરના વેટલેન્ડ વિસ્તારમાં બે દિવસીય પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પક્ષી ગણતરી દરમિયાન મેઢાક્રીકથી પરત ફરતી વખતે પુલ નીચે જામનગરનાં પક્ષીવિદ્દનાં કેમેરામાં સેટેલાઇટ ટેગવાળી કુંજ જોવા મળી હતી. મોંગોલીયાથી પોરબંદર આવેલ કુંજ પક્ષીએ 4200  કિમીની સફર કરી. પોરબંદરમાં જળપલાવીત વિસ્તારમાં સમૃદ્ધ જિલ્લો ગણાય છેગુજરાતના જળપલાવીત વિસ્તારમાં દર વર્ષે પક્ષી ગણતરીનું
12:46 PM Jan 30, 2023 IST | Vipul Pandya
પોરબંદરના વેટલેન્ડ વિસ્તારમાં બે દિવસીય પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પક્ષી ગણતરી દરમિયાન મેઢાક્રીકથી પરત ફરતી વખતે પુલ નીચે જામનગરનાં પક્ષીવિદ્દનાં કેમેરામાં સેટેલાઇટ ટેગવાળી કુંજ જોવા મળી હતી. મોંગોલીયાથી પોરબંદર આવેલ કુંજ પક્ષીએ 4200  કિમીની સફર કરી.
 
પોરબંદરમાં જળપલાવીત વિસ્તારમાં સમૃદ્ધ જિલ્લો ગણાય છે
ગુજરાતના જળપલાવીત વિસ્તારમાં દર વર્ષે પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોરબંદરમાં જળપલાવીત વિસ્તારમાં સમૃદ્ધ જિલ્લો ગણાય છે. ચાલુ વર્ષે તા.28  અને 29  એમ બે દિવસ પક્ષી ગણતરી યોજાઇ હતી. પોરબંદરમાં ગુજરાત રાજય ઉપરાંત બેંગ્લોર, રાજસ્થાન, મુંબઇથી પક્ષીવિદ્દોએ પોરબંદરનાં આઠ વેટલેન્ડ વિસ્તારમાં પક્ષીગણતરી કરી છે. જેમાંની એક ટીમ મેઢાક્રિક વિસ્તારમાં પક્ષીગણતરી કરી રહી હતી. ત્યાંથી પરત ફરતી વખતે પુલ નીચે કરકરો (કુંજ) પક્ષીઓનું ઝુંડ જોવા મળ્યું હતું. જેમાંના બે પક્ષી ગ્રીન ટેગવાળા જોવા મળ્યાં હતાં. જેમાંનો એક કુંજમાં સેટેલાઇટ ટેગ જોવા મળી હતી. જામનગરનાં યશોધન ભાટીયા, આશિષ પાણખાણીયા, સુમીત, હેંમત એમ આ ચાર પક્ષીવિદ્ મેઢાક્રિકથી પરત ફરતા હતાં. ત્યારે યશોધનભાઇ ભાટીયાનાં કેમેરામાં સેટેલાઇટ ટેગવાળી કુંજ જોવા મળી હતી. અનુમાન મુજબ આ કુંજ મંગોલીયાથી પોરબંદર 4200  કિમી સફર કરી આવી છે. અનુમાન મુજબ વૈજ્ઞાનિકો પક્ષીઓની સ્થળાંતરી રીત, વસવાટ, સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, દરરોજની ગતિવિધીઓનાં અભ્યાસ સાથે અને તેના આધારે ભવિષ્યમાં તેના સંરક્ષણ સહિતની બાબતોને લઇને વૈજ્ઞાનિકો સોલાર, ટેગ, લગાડવામાં આવ્યું હશે.  
વેટલેન્ડમાં પક્ષી ગણતરી દરમિયાન સેટેલાઇટ ટેગવાળી કુંજ મળી

પોરબંદરનાં વેટલેન્ડ વિસ્તારોમાં નોંધાયેલી છે
ગુજરાતમાં જોવા મળતી પક્ષીની 609  પ્રજાતી જે જળપલાવીત વિસ્તારોમાં જોવા મળે છે તે પૈકી 117 પક્ષીઓની જાત પોરબંદરનાં વેટલેન્ડ વિસ્તારોમાં નોંધાયેલી છે. આ પક્ષીઓની જાત પૈકી કુંજ પક્ષીઓ મોટા પ્રમાણમાં રાજ્યમાં વસવાટ કરે છે. વિશ્વમાં કરકરો (કુંજ) મોંગોલીયા અને ઉત્તર -પૂર્વ સુધી તેનો વિસ્તાર છે. કુંજને એક ઋતુ પ્રવાસી પક્ષી રીતે પણ જાણવામાં આવે છે. પશ્ચિમ યુરોશિયાના પક્ષીઓ શિયાળો આફ્રિકામાં ગાળે છે. જયારે એશિયા મોંગોલીયા અને ચીનના પક્ષીઓ શિયાળો ભારતીય ઉપખંડમાં ગાળે છે. પોરબંદરમાં પણ હાલ શિયાળાની ઋતુમાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ પોરબંદરનાં મહેમાન બન્યાં છે. ૨૧ જળપલાવીત વિસ્તારમાં વસવાટ કરી ખોરાક આરોગી રહ્યાં છે. 
આપણ  વાંચો- અંધારપટના પગલે વિપક્ષીઓ મેદાનમાં, પાલિકાનાને ગુલાબ આપી વિરોધ નોંધાવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
birdGujaratFirstJamnagarKunjMongoliaPorbandarwetland
Next Article