Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, પોલીસને ચકમો આપવા આ તરકીબ અપનાવી

નવસારી- સિંચન રોડના કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી મુંબઈથી સુરત લાવવામાં આવતા રૂપિયા ૧૦ લાખથી વધુ કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાંદેર રામનગરના એક રહીશને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડતા ડ્રગ્સ માફિયાઓમાં હડકંપ મચ્યો છે . પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી શહેરમાં NO DRUGS IN SURAT CITY કેમ્પેન ચલાવી રહી છે. જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને MD ડ્રગ્સ પકડવાà
સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો  પોલીસને ચકમો આપવા આ તરકીબ અપનાવી
નવસારી- સિંચન રોડના કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી મુંબઈથી સુરત લાવવામાં આવતા રૂપિયા ૧૦ લાખથી વધુ કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાંદેર રામનગરના એક રહીશને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડતા ડ્રગ્સ માફિયાઓમાં હડકંપ મચ્યો છે . 
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી શહેરમાં NO DRUGS IN SURAT CITY કેમ્પેન ચલાવી રહી છે. જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને MD ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. NO DRUGS IN SURAT CITY કેમ્પેન હેઠળ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં રહેતો મોહંમદ સિકિ અબ્દુલ કાદર કા૨માં એક મહિલા સાથે મુંબઈથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યો છે.
બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે સુરત નવસારી રોડના સચિન નજીકના કપલેટા ચેક પોસ્ટ પાસે મુંબઈથી સુરત તરફ આવી રહેલ કા૨ને અટકાવી કારના ચાલક મોહંમદ સિદ્દીકી તાપસ હાથ ધરી હતી. કારની અંદર પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલ 100.60 ગ્રામનો મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત ૧૦ લાખથી વધુની હતી તે મળી આવતા પોલીસે મોહંમદ સિદિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાળાની ધરપકડ કરી તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ અને કાર મોબાઈલ ફોન મળી રૂા . ૧૩,૧૨,૮૭૦નો મુદામાલ કબજે કર્યો હતો.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં મોહંમદ સિદિક ઉર્ફે રાજાએ તેની પાસેથી ક્બજે લેવાયેલ મેફેડ્રોન મુંબઈ ખાતે રહેતા રાજા નામના વ્યક્તિ  પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો .
પોલીસને ચકમો આપવા પત્ની અને સગર્ભા પુત્રીને સાથે રાખ્યા હતા
એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયેલા મોહંમદ સિદિક ઉર્ફે રાજાએ મુંબઈથી સુરત કારમાં પરત ફરતી વખતે પત્ની અને સગર્ભા પુત્રીને અંધારામાં રાખી એમડી ડ્રગ્સ લાવ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું . સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મોહંમદ સિદિક ઉર્ફે રાજા તેની હુન્ડાઈ એસેન્ટ કારમાં પોલીસની નજરથી બચવા માટે મહિલાઓને કારમાં બેસાડી એમ.ડી. ડ્રગ્સ લાવનાર હોવાની ચોક્કસ બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખી કપ્લેથા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી . 
Advertisement
Tags :
Advertisement

.