Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવી એવી કૃતિ જે હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં થશે ઉપયોગી

મેટ્રો સિટીઓમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં બનતી આગની ઘટનાઓ વખતે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. ક્યારેક આવી દુર્ઘટનામાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવા અને મોટી જાનહાની ટાળવાના હેતુ સાથે વલસાડની ખેરલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. અને આવનાર સમયમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં ફાà
પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવી એવી કૃતિ જે હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં થશે ઉપયોગી
મેટ્રો સિટીઓમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં બનતી આગની ઘટનાઓ વખતે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. ક્યારેક આવી દુર્ઘટનામાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવા અને મોટી જાનહાની ટાળવાના હેતુ સાથે વલસાડની ખેરલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. અને આવનાર સમયમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી સિસ્ટમની સાથે આ લાઇફ સેવિંગ વિન્ડો ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાનકડા ખેરલાવ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જિયાંશ મનીષભાઈ પટેલ નામના વિદ્યાર્થી અને શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતન પટેલે એક અનોખી કૃતિ બનાવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન મેળાઓમાં આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. અને આ કૃતિની જિલ્લા કક્ષાથી લઈ રાજ્ય અને હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ પસંદગી થઈ છે. નાનકડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ બનાવેલી આ કૃતિનું નામ લાઈફ સેવિંગ વિન્ડો છે. 
જોવામાં સામાન્ય લાગતી આ લાઇફ સેવિંગ વિન્ડોની ઉપયોગીતા અને મહત્વતા જાણીને આપને પણ નવાઈ લાગશે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી શહેરોમાં જે રીતે હાઈ રાઇઝ બિલ્ડીંગો બનતી થઈ છે, ત્યારે આ હાયરાઇઝ બિલ્ડીંગોમાં જ્યારે કોઈક કારણોસર આગની દુર્ઘટના બને છે. ત્યારે આવા સમયે ક્યારેક બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સેફટી સિસ્ટમ પણ કામ નથી લાગતી અને આવી આગ લાગવાની ઘટના સમયે બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને મદદ પહોંચતા સમય લાગે છે અને અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ જોવામાં સામાન્ય લાગતી આ લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ દ્વારા આગની દુર્ઘટનાઓ વખતે લોકોના જીવનું રક્ષણ થઈ શકે છે. ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો પ્રોજેક્ટ દ્વારા આગની દુર્ઘટનાઓ વખતે લોકોના જીવનું રક્ષણ થઈ શકે છે. અને બહારથી કોઈ મદદ પહોંચે એ પહેલા જ બિલ્ડિંગમાં ફસાયેલા લોકો પોતાની જાતેજ જ પોતાના જીવ બચાવી શકે છે. 
ઊંચી બિલ્ડીંગોમાં જ્યારે આગની ઘટનાઓ બને છે ત્યારે બિલ્ડિંગમાં રહેતા અસંખ્ય લોકોના જીવ જોખમમાં મુકાય છે. આવી જ દુર્ઘટનાઓમાં અનેક લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. ચાર વર્ષ અગાઉ સુરતમાં બનેલી તક્ષશિલા આગની ઘટનામાં અનેક માસુમ બાળકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે ખેરલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ કૃતિ આવી દુર્ઘટના વખતે સૌથી મહત્વની પુરવાર થઈ શકે છે.
નજીવા ખર્ચે જ બિલ્ડીંગોમાં જે રીતે બારીની ગ્રીલ લગાવવામાં આવે છે. એવી જ રીતે આ લાઇફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે છે જે સેન્સર સાથે જોડાયેલી હોય છે. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે. અને આગ લાગે એ વખતે જ આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો એક તરફ ખસે છે અને તે નીચેની તરફ ઢળે છે અને એક સીડી નો આકાર બને છે. આથી આગ લાગવાની ઘટના સમયે બિલ્ડીંગોમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડી થી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે. આમ ખેરલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ આગની દુર્ઘટનાઓ વખતે અતિ મહત્વની સાબિત થઈ શકે છે.
આ લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ ને ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાથી લઈ આ કૃતિ રાજ્યકક્ષાએ પસંદગી પામી હતી. અને હવે રાજ્યમાંથી પસંદગી પામેલી 60 કૃતિઓમાંથી વલસાડની આ લાઈફ સેવિંગ વિન્ડો કૃતિ રાષ્ટ્રીય લેવલે પસંદગી પામી છે. આથી શાળાના શિક્ષકોની સાથે ગામમાં પણ ઉત્સાહનો માહોલ છે. આમ રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન મેળાઓમાં બાળકોની છુપાયેલી પ્રતિભાવો બહાર આવે છે. અને આટલા મહત્વના વિષયો પર નાના બાળકો અને શિક્ષકોએ રજૂ કરેલી કૃતિઓ અને આઈડિયા અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે છે. ખેરલાવની આ શાળાના બાળકે બનાવેલી આ લાઈફ સેવિંગ વિન્ડો ને જો શહેરમાં નવી નિર્માણ પામતી હાયરાઇઝ બિલ્ડીંગોમાં ફીટ કરવામાં આવે તો આવી લાઈફ સેવિંગ વિન્ડો હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં લગાવેલી ફાયર સેફટી સિસ્ટમ કરતા પણ વધારે ઉપયોગી અને મહત્વની સાબિત થઈ શકે છે.
દેશમાં વધતા શહેરીકરણ અને હાઇરાઇઝ બિલ્ડીંગો ના  વધતા જંગલોમાં આગ જેવી હોનારતો બનતી રહે છે. અત્યાર સુધી તક્ષશિલા જેવી અનેક ઘટનાઓ બની ચુકી છે. જેમાં અસંખ્ય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જો વલસાડ ની આ ખેરલાવ ની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એ બનાવેલી આ લાઇફ સેવિંગ કૃતિ પર વધુ સંશોધન કરી અને નવી નિર્માણ પામનાર બિલ્ડિંગો માં  આ સિસ્ટમ ફીટ કરવામાં આવે તો આ લાઇફ સેવિંગ વિન્ડો અનેક લોકોના જીવ બચાવી શકે છે સાથે જ આવી દુર્ઘટનાઓ વખતે જાનહાનિ પણ અટકી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.