Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર એક મુસાફરે કહ્યું- મારી બેગમાં બોમ્બ છે અને પછી...

પટનાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં 180 મુસાફરોના શ્વાસ અચાનક અટવાઈ ગયા જ્યારે તે ફ્લાઇટમાં બેસેલા એક મુસાફરે કહ્યું- મારી બેગમાં બોમ્બ છે. તેના આ કહ્યા બાદ મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો. આ જાણ્યા બાદ ફ્લાઇટને ઉતાવળમાં રોકી દેવામાં આવી. વળી તમામ મુસાફરોને આ ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બેસેલા મુસાફરોને સપને પણ ખ્યાલ નહીં હોય કે આજે
03:30 AM Jul 22, 2022 IST | Vipul Pandya
પટનાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં 180 મુસાફરોના શ્વાસ અચાનક અટવાઈ ગયા જ્યારે તે ફ્લાઇટમાં બેસેલા એક મુસાફરે કહ્યું- મારી બેગમાં બોમ્બ છે. તેના આ કહ્યા બાદ મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો. આ જાણ્યા બાદ ફ્લાઇટને ઉતાવળમાં રોકી દેવામાં આવી. વળી તમામ મુસાફરોને આ ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. 
દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બેસેલા મુસાફરોને સપને પણ ખ્યાલ નહીં હોય કે આજે તેમની સાથે શું થવા જઇ રહ્યું છે. આ ફ્લાઇટમાં બેસેલા એક મુસાફરે દાવો કર્યો હતો કે તેની બેગમાં બોમ્બ છે. જોકે, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે તેનો દાવો ખોટો સાબિત થયો છે. આ પહેલા સુરક્ષા કર્મચારીઓ અને બોમ્બ નિકાલ ટુકડી (Bomb Disposal Squad)એ સમગ્ર સામાન અને વિમાનની શોધખોળ ચાલુ રાખી પરંતુ ન તો બોમ્બ મળ્યો ન તો વિસ્ફોટક. જે બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા. 

મીડિયા રિપોર્ટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેની બેગમાં બોમ્બ છે ત્યારબાદ પટના એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ 6E-2126માં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને એરક્રાફ્ટની તપાસ કરી અને વિમાનને સુરક્ષિત જાહેર કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તે વ્યક્તિની બેગની તપાસ કરવામાં આવી તો તેમાં બોમ્બ મળ્યો ન હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - શારજાહથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Tags :
airportBombDelhiGujaratFirstIndigoFlightInformationPassengerPatna
Next Article