Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રખડતા ઢોરને પુરતુ પોષણ મળી રહે તે માટે સુરત મનપાનો ઉમદા પ્રયાસ , 8 અરજી સામે 69 લાખની ફાળવણી

સુરત શહેર-જિલ્લામાં રખડતા ઢોરને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સુરત કલેકટર કચેરી દ્વારા હાલ કામગીરી તેજ કરાઇ છે.રખડતા ઢોરને પોષણયુક્ત આહાર માટે 8 અરજીની સામે ૬૯ લાખ ફાળવાયા છે.જ્યારે પાંજરા પોળ માટે દોઢ કરોડની ભલામણ કરાઈ છે. રસ્તાઓ ઉપર રખડતા પશુઓને યોગ્ય આહાર અને આશરો મળી રહે તે માટે રાજય સરકાર કમર કસી રહી છે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર
06:35 AM Feb 03, 2023 IST | Vipul Pandya
સુરત શહેર-જિલ્લામાં રખડતા ઢોરને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સુરત કલેકટર કચેરી દ્વારા હાલ કામગીરી તેજ કરાઇ છે.રખડતા ઢોરને પોષણયુક્ત આહાર માટે 8 અરજીની સામે ૬૯ લાખ ફાળવાયા છે.જ્યારે પાંજરા પોળ માટે દોઢ કરોડની ભલામણ કરાઈ છે. રસ્તાઓ ઉપર રખડતા પશુઓને યોગ્ય આહાર અને આશરો મળી રહે તે માટે રાજય સરકાર કમર કસી રહી છે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકનાં અધ્યક્ષસ્થાને મહત્વ ની બેઠક બોલાવવામાં આવી હતી,સરકાર દ્વારા જિલ્લાની 8 અરજીઓમાં 69 લાખ રૂપિયાનું ચુકવણું કરવાનો હુકમ કરાયો છે.
1 હજાર પશુઓનું પાલન પોષણ કરવા 1 કરોડ 63 લાખની સહાય ચૂકવવા ભલામણ 
જયારે સુરતની પાંજરાપોળ દ્વારા 1 હજાર જેટલા પશુઓનું પાલન પોષણ કરવામાં આવતુ હોવાથી 1 કરોડ 63 લાખની સહાય ચુકવવા માટેની રાજય સરકારમાં ભલામણ કરવામાં આવી છે.પશુ પાલકો નું કહેવું છે કે ગાય-ભેંસ-ઉછેર માટે ઘણી મહેનત લાગે છે.દુધાળી ગાયો તથા ભેંસોનો ઉછેર 25 થી 100ની સંખ્યામાં વ્યાવસાયિક રીતે ગૌશાળામાં કરવામાં આવે છે. આ દુધાળાં પશુઓને ઉગાડેલો ઘાસચારો, જુવાર, મકાઈ, રજકો વગેરે તથા સુમિશ્રિત દાણ ખવડાવવામાં આવે છે. અછતના સમયે સાયલેજ અને સૂકવેલ ઘાસ-ચારાનો ઉપયોગ કરવામાં આવે છે. બચ્ચાંઓનો કૃત્રિમ ઉછેર દૂધની અવેજીમાં ખાસ પ્રકારના શણ પર થાય છે. આમ, ખર્ચ અને આવકનાં પાસાંઓને ધ્યાનમાં લઈ ઉછેરની વ્યવસ્થા ગોઠવાઈ છે.જેથી સરકાર પાસે પશુઓ માટે આર્થિક મદદ ની આશા રાખવામાં આવે છે..સુરત માં પણ મોટી સંખ્યામાં રખડતા પશુ ગૌશાળા ના વિવિધ પ્રશ્ન થી પશુ પાલકો ચિંતિત છે.જેથી સરકાર વહેલી તકે પશુ પાલકો ની ભલામણ ને ધ્યાને લે એ જરૂરી બન્યું છે. 

8 અરજીઓ માટે 69 લાખ 13 હજા૨ 800 ચુકવણું કરવાનો હુકમ
સરકારના હુકમ બાદ સુરત જિલ્લા કલેકટરની આગેવાનીમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક મળી હતી,જેમાં રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ સુરત કામગીરી શરૂ કરાઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક શહેર- જીલ્લામાંથી મળેલી કુલ 8 અરજીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી, અને 69 લાખ 13 હજા૨ 800 ચુકવણું કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સુરતની પાંજરાપોળ સંચાલિત આખાખોલ, અને થારોલી શાખામાં 1 હજાર કરતા વધારે પશુઓનું પાલન પોષણ કરવામાં આવી રહ્યું હોવાથી પાંજરાપોળને 1 કરોડ 3 લાખ 86 હજાર 120 રૂપિયાનું રાજ્ય કક્ષાએથી ચુકવણું કરવા માટે ભલામણ કરવામાં આવી છે.આવનારા દિવસોમાં સરકાર આ ભલામણ અંગે વિચારણા કરવાની તશદે લેશે તેવી પશુ પાલકો આશા રાખી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
allocationapplicationsGujaratFirstnutritionStraycattleSuratmunicipality
Next Article