Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધ્રાંગધ્રાના ભરાડા ગામે ભૂગર્ભ ગટરમાંથી નવજાત બાળકી મળી આવી

કુદરત રાખે એને કોણ મારી શકે. ભૂગર્ભ ગટરમાં કલાકો પડ્યા રહ્યા બાદ પણ તાજી જન્મેલી અને ત્યજી દીધેલી બાળકી જીવીત હાલતમાં મળી આવી છે. નવજાત બાળકીને ભૂગર્ભ ગટરમાંથી બહાર કાઢી સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.ત્યારે કોણ ગટરમાં નવજાત બાળકી નાખી ગયું છે તેની તપાસ હાલ સ્થાનિક લોકો અને પોàª
ધ્રાંગધ્રાના ભરાડા ગામે ભૂગર્ભ ગટરમાંથી નવજાત બાળકી મળી આવી
કુદરત રાખે એને કોણ મારી શકે. ભૂગર્ભ ગટરમાં કલાકો પડ્યા રહ્યા બાદ પણ તાજી જન્મેલી અને ત્યજી દીધેલી બાળકી જીવીત હાલતમાં મળી આવી છે. નવજાત બાળકીને ભૂગર્ભ ગટરમાંથી બહાર કાઢી સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

ત્યારે કોણ ગટરમાં નવજાત બાળકી નાખી ગયું છે તેની તપાસ હાલ સ્થાનિક લોકો અને પોલીસે કરી રહી છે. કલાકો સુધી ભૂંડ અને કૂતરા વચ્ચે નવજાત બાળકી ગટરમાં પડી રહી હતી. આ એક ચમત્કાર જ છે કે આ વચ્ચે પણ તે જીવતી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવજાત બાળકો મળી આવવાની સંખ્યામાં વધારો થયો છે. તેવા સંજોગોમાં વધુ એક કલંકિત કિસ્સાઓ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ભરાડા ગામે સામે આવ્યો છે. ધ્રાંગધ્રાના ભરાડા ગામની ગટરમાં રાત્રિના સમયે બાળકીનો રડવાનો અવાજ આવતા ગામના લોકો ભેગા થઈને નવજાત બાળકીને બહાર કાઢી હતી અને સરપંચ દ્વારા 108ને જાણ કરતા તાત્કાલિક આવી બાળકીને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.
ધ્રાંગધ્રાના ભરાડા ગામમા જાણે માનવતા મરી પરવારી હોય એમ ફૂલ જેવી નવજાત બાળકીને કોઈ રાત્રિના અંધારામાં ગટરમાં ફેંકીને ભાગી ગયું હતું. ત્યારે ભરાડા ગામના સરપંચ દીનેશભાઇ ભુવા સરપંચે 108માં કોલ કરી અને જાણ થતાં તુરંત જ 108 સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ કરતા જાણ થઇ કે, નવજાત બાળકીને કોઈ અજાણ્યા શખ્સ મોડી રાતે ભરાડા ગામની ગટરમાં ફેંકી દીધી હતી. ગામના લોકોને આ વાતની જાણ થતા જ ગામના સરપંચ દીનેશભાઇ ભુવા અને એફએચડબલ્યુ જાગૃતિબેને મળીને 108ને જાણ કરી હતી. અને 108ના પાયલોટ નરેન્દ્રસિંહ ઝાલા અને ઇએમટી કેતન ત્રિવેદી ઘટના સ્થળ પર પહોંચીને કાદવથી ભરેલા બાળકને વ્યવસ્થિત ચોખ્ખું કરીને ન્યૂબોર્ન કેર આપીને નજીકના સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા પહોંચાડીને બાળકનો જીવ બચાવ્યો છે.
આમ ફૂલ જેવી બાળકીને ગટરમાં ફેકીને ભાગી જનાર સામે ફીટકારની લાગણી જોવા મળી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હોસ્પિટલના રજીસ્ટર તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.