Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં આગામી દિવસોમાં એક નવી એરલાઇન સેવા થશે શરૂ, ઓગસ્ટથી થશે કાર્યરત

દેશમાં આગામી દિવસોમાં એક નવી એરલાઇન શરૂ થવા જઇ રહી છે. જીહા, રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન કંપની Akasa Airએ હવે બુકિંગ શરૂ કરી દીધું છે. એરલાઈન કંપની Akasa Airની કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ આવતા મહિને 7 ઓગસ્ટથી શરૂ થવાની છે. મહત્વનું છે કે, કંપનની પ્રથમ ફ્લાઇટ મુંબઈથી અમદાવાદના રૂટ પર ઉડાન ભરશે. થોડા દિવસો પહેલા એવિએશન રેગ્યુલેટર DGCA કંપનીને એર ઓપરેટર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા àª
08:45 AM Jul 22, 2022 IST | Vipul Pandya
દેશમાં આગામી દિવસોમાં એક નવી એરલાઇન શરૂ થવા જઇ રહી છે. જીહા, રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન કંપની Akasa Airએ હવે બુકિંગ શરૂ કરી દીધું છે. એરલાઈન કંપની Akasa Airની કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ આવતા મહિને 7 ઓગસ્ટથી શરૂ થવાની છે. 
મહત્વનું છે કે, કંપનની પ્રથમ ફ્લાઇટ મુંબઈથી અમદાવાદના રૂટ પર ઉડાન ભરશે. થોડા દિવસો પહેલા એવિએશન રેગ્યુલેટર DGCA કંપનીને એર ઓપરેટર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટથી બેંગ્લોર-કોચી રૂટ પર ફ્લાઇટ સેવાઓ પણ શરૂ થશે. કુલ 2 વિમાનો સાથે ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવશે. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 7 ઓગસ્ટથી કાર્યરત મુંબઈ-અમદાવાદ રૂટ પર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ (રોજની 4 ફ્લાઈટ) અને 13 ઓગસ્ટથી બેંગલુરુ-કોચી રૂટ પર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. 
વળી કહેવાય છે કે, આવનારા દિવસોમાં જયપુર એરપોર્ટથી પણ ફ્લાઇટ સંચાલનની શરૂઆત થઇ શકે છે. મહત્વનું છે કે, કંપની બે 737 MAX એરક્રાફ્ટ સાથે કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરશે. બોઇંગે એક MAX એરક્રાફ્ટની ડિલિવરી કરી છે અને બીજું આ મહિનાના અંતમાં ડિલિવરી થવાની છે. Akasa Airના સહ-સ્થાપક અને સીઈઓ પ્રવીણ અય્યરે જણાવ્યું હતું કે, "અમે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની ફ્લાઈટ્સ સાથે નવા બોઈંગ 737 MAX એરક્રાફ્ટ સાથે કામગીરી શરૂ કરીએ છીએ." તેમણે કહ્યું, “અમે અમારા નેટવર્કને તબક્કાવાર વિસ્તારીશું. અમે વધુ શહેરોને જોડીશું.
મળી રહેલી માહિતી અનુસાર, તાજેતરમાં કંપની પાસે એક જ વિમાન છે પરંતુ સંભાવના તે પણ છે કે આ ફ્લાઇટ સેવા શરૂ થશે તે પહેલા એટલે કે 7 ઓગસ્ટ પહેલા એરલાઇનને બીજુ વિમાન પણ મળી જશે. આ રીતે બે વિમાનો સાથે Akasa Air પોતાની ફ્લાઇટ સંચાલન શરૂ કરશે. મહત્વનું છે કે, આ સાથે દેશને સાતમી એરલાઇન મળી જશે જે શિડ્યુલ રહેશે અને રોજ સંચાલિત થશે. 
Akasa Air સસ્તા ભાડામાં ફ્લાઇટ સેવા આપવાનો દાવો કરી રહી છે. ભારતમાં ઘણી નાની અને મોટી કંપનીઓ તેમની સેવાઓ પૂરી પાડે છે. અત્યારે આ માર્કેટમાં ઈન્ડિગોનું ઘણું વર્ચસ્વ છે. મહત્વનું છે કે, Akasa Air અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર અથવા ULCC મોડ્યુલ પર કામ કરશે. આ હેઠળ, એરલાઇન ઓછા ભાડાના બિઝનેસ મોડલ પર કામ કરે છે. ઓછી કિંમતના વાહકો પાસે એકમની કિંમત અને કમાણી ઓછી હોય છે.
વળી રાજસ્થાનના જયપુરથી પણ આ ફ્લાઇટ સંચાલન શરૂ થઇ શકે છે. કહેવાય છે કે, જયપુર એરપોર્ટ પર વિન્ટર શિડ્યુલ લાગુ થશે ત્યારે ફ્લાઇટ સંચાલન શરરૂ થવાની સંભાવના છે. આ પહેલા જયપુર એરપોર્ટ પર વિસ્તારા એરલાઇન આવવાની સંભાવના છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્તારા એરલાઇન સપ્ટેમ્બરથી ફ્લાઇટ સંચાલન શરૂ કરી શકે છે. 
આ પણ વાંચો - રાકેશ ઝુનઝુનવાલાની Akasa Airની ફ્લાઇટ સેવાઓ આ મહિને શરૂ થઈ શકે છે
Update...
Tags :
AkasaAirflightGujaratFirstRakeshJhunjhunwala
Next Article