Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર ના રણાવાસ ખાતે મોકડ્રિલ યોજાઇ

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રિલમાં NDRF ની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું. સાથે જ NDRF ના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા મા
જિલ્લા વહીવટીતંત્ર અને ndrf વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર ના રણાવાસ ખાતે મોકડ્રિલ યોજાઇ
Advertisement
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રિલમાં NDRF ની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું. સાથે જ NDRF ના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી, કેવા પ્રકારના પગલાં લેવાં અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેનું બોટ, બમ્બુ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી ગ્રામજનોને બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  
         
પાલનપુર તાલુકાના રણાવાસ- દાંતીવાડા ડેમ વિસ્તારમાં યોજાયેલ મોક ડ્રિલ દરમિયાન NDRF ની ટીમ દ્વારા સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં ડેમના પાણીમાં ડૂબી ગયેલા માણસની શોધખોળ કરી તેને સરળતાથી કિનારા પર પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની તમામ કામગીરીનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું. NDRFના જવાનોની કામગીરી જોઈ ગ્રામજનો દંગ રહી ગયા હતા. અને આપત્તિના સમયમાં જીવનરક્ષક તરીકે ફરજ બજાવતા જવાનોની જોખમી કામગીરીને બિરદાવી તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારે આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પૂર કે કુદરતી આપત્તિના સમયમાં આપણે આપણી જવાબદારી સમજી કોઈના પ્રાણ બચાવવા માટે આગળ આવવું જોઈએ. આ મોકડ્રિલનો ઉદ્દેશ એ છે કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચે એ પહેલાં સ્થાનિકો દ્વારા એ ઘટનાનો ભોગ બનેલાઓને કેવી રીતે બચાવવા અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તે અંગેની માહિતી આપવાનો છે. 
આ મોકડ્રિલ થકી ગ્રામજનોને પૂર કે ડૂબવાની પરિસ્થિતિમાં કેવા પ્રકારના પગલાં લેવાં તે માહિતી મળી હશે તેવા વિશ્વાસ અને આશાવાદ સાથે તેમણે કુદરતી આપત્તિ સમયે સરપંચ, તલાટી, ઈમરજન્સી સેવા 108, પોલીસ જેવા હેલ્પલાઇન નંબર પર જરૂરી સંદેશા વ્યવહાર કરી જે તે ઘટનાની જાણકારી તાત્કાલિક તંત્ર સુધી પહોંચે જેથી તંત્ર સમયસર મદદ માટે પહોંચી શકે એવી જાગૃતિ કેળવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.NDRF વડોદરા ટીમના લીડર લખનલાલ રઘુવંશીએ સમગ્ર મોકડ્રિલને ઓપરેટ કરી તેનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું હતું. 
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અમે મોકડ્રિલની સાથે સાથે NDRF દ્વારા સ્થાનિક ગ્રામજનોમાંથી વોલન્ટીયર્સ અને આપદામિત્ર તૈયાર કરવાની ભૂમિકા પણ નિભાવીએ છીએ. કોઈ દુર્ઘટના બને એ પહેલાં એની પૂર્વ તૈયારી માટે કેવી રીતે સજ્જતા કેળવાય એ શિખવવાની સાથે સાથે ઘરવખરી અને વેસ્ટ વસ્તુનો બેસ્ટ ઉપયોગ કરવાની કેટલીક ટેકનિકો શીખવી લોકોને કોઈના પ્રાણ બચાવવા જેવું પુણ્યનું કામ કરવા તત્પર રહેવા અપીલ કરી હતી.NDRF વડોદરા દ્વારા આયોજિત મોકડ્રિલમાં NDRFના આસીસ્ટન્ટ કમાન્ડરશ્રી વિક્રમ, પાલનપુર મામલતદાર ધર્મેશ કાછડ, દાંતીવાડા મામલતદાર માધવી પટેલ, ડિઝાસ્ટર મામલતદાર બી.વી.પટેલ સહિત SDRFટીમ, યુજીવીસીએલ, મેડિકલ ટીમ, તલાટી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gujarat First ફરી એકવાર બન્યું પીડિતોનો અવાજ, પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા

featured-img
video

કલાકાર Vikram Thakor નો મોટો ધડાકો, હવે રાજનીતિમાં એન્ટ્રી પાક્કી?

featured-img
video

Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી તબાહી

featured-img
video

Gandhinagar : સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત

featured-img
video

Health Worker Strike : Gandhinagar માં આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત

featured-img
video

Rajkot માં ઉનાળાની શરૂઆતે ટેન્કર રાજ

Trending News

.

×