ડિમોલિશન દરમિયાન સ્થિતિ વણસતા ટીયર ગેસના સેલ છોડાયા, જુનાગઢથી પોલીસ બોલાવાઈ, હાલ સ્થિતિ કંટ્રોલમાં
પોરબંદર મેમણવાડા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીનો વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા તંત્ર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. લોકોના ટોળેટોળા એકઠાં થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસવડા દ્વારા આગેવાનો સાથે બેઠક કરી સમજાવતા લોકો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યાં હતા.ટોળું વિફર્યુંઆ વિસ્તારમાં ડિમોલેશન મામલે રોષે ભરાયેલા લોકો àª
પોરબંદર મેમણવાડા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીનો વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા તંત્ર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. લોકોના ટોળેટોળા એકઠાં થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસવડા દ્વારા આગેવાનો સાથે બેઠક કરી સમજાવતા લોકો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યાં હતા.
ટોળું વિફર્યું
આ વિસ્તારમાં ડિમોલેશન મામલે રોષે ભરાયેલા લોકો ફરી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમણે પોલીસની નહી ગાંઠતા આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પણ અચાનક ટોળું વિફર્યું હતું.
ટીયર ગેસના સેલ છોડ્યા
મળતી વિગતો મુજબ અધિકારીઓને પણ ઘેરી લેતા અંતે પોલીસે ટોળું કાબુ કરવા ટીયર ગેસના ત્રણ સેલ છોડ્યા હતા અને પથ્થરમારાની પણ ઘટના બની હતી. સ્થિતિને કાબુમાં રાખવા જુનાગઢ પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી. હાલ સ્થિતિ કંટ્રોલમાં છે.
ટોળું ડિમોલિશનન સાઈટ તરફ જવા માંગતું હતું: જિલ્લા પોલીસવડા
પોરબંદર જિલ્લા પોલીસવડા રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે, આજે સવારે પોરબંદર શહેર વિસ્તારમાં જે ગઈકાલે ડિમોલિશનની કામગીરી થઈ હતી તેના ભાગરૂપે પહેલાં શહેર વિસ્તારમાં ટોળા ભેગા થયાં હતા જેને સમજાવટથી વિખેરી દીધાં હતા. બાદમાં 500 થી 800નું ટોળું ડિમોલેશનની સાઈટ તરફ જવા માંગતા હતા જેને પોલીસે સમજાવ્યા હતા પરંતુ જે માનતા નહોતા અને પોલીસ પર પથ્થરમારાની સ્થિતી આવતા પોલીસે 2 થી 3 ગેસ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને ઉચિત બળપ્રયોગ કરી ટોળું વિખેર્યું હતું.
હાલ સ્થિતિ કંટ્રોલમાં, પ્રોપર પ્રોસિજરથી રજૂઆત કરો: જિલ્લા પોલીસવડા
વધુમાં તેમણે કહ્યું કે, હાલ શહેરમાં પેટ્રોલિંગ અને પોલીસના પોઈન્ટ શરૂ છે અને સ્થિતિ કંટ્રોલમાં છે. સ્થિતિ શાંત છે. કાયદા વિરૂદ્ધ નહી જવા લોકોને અપીલ અને પ્રોપર પ્રોસિઝરથી રજુઆત કરે ટોળા ભેગા કરીને આવશે તો કાર્યવાહી થશે. સોશિયલ મીડિયામાં પણ વોચ છે. કોઈ પોલીસ કર્મચારીને ઈજા પહોંચી નથી. ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે.
Advertisement