કિશોરી મેળાના આયોજનની સમીક્ષા બેઠક યોજાઇ, જિલ્લામાં પાંચ સ્થળોએ થશે મેળાનું આયોજન
બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે ‘કિશોરી કુશળ બનો’ થીમ હેઠળ બ્લોક કક્ષાએ 'સુપોષિત પૂર્ણા છે ગુજરાતનું અભિમાન' મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર શ્રી કે. એલ, બચાણીએ લાભાર્થી બહેનો માટે ઉત્તમ વ્યવસ્થા અને યોગ્ય માર્ગદર્શન મળી રહી તે અંગે યોગ્ય માર્ગદર્શàª
બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે ‘કિશોરી કુશળ બનો’ થીમ હેઠળ બ્લોક કક્ષાએ "સુપોષિત પૂર્ણા છે ગુજરાતનું અભિમાન" મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર શ્રી કે. એલ, બચાણીએ લાભાર્થી બહેનો માટે ઉત્તમ વ્યવસ્થા અને યોગ્ય માર્ગદર્શન મળી રહી તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
5 થી 10 જાન્યુઆરી દરમિયાન આયોજન
"સુપોષિત પૂર્ણા છે ગુજરાતનું અભિમાન" મેળો ખેડા જિલ્લામાં તારીખ 5 થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન યોજવામાં આવશે. તારીખ 05-01-2023ના રોજ કઠલાલની શેઠ હાઇસ્કુલ ખાતે, 06-01-2023ના રોજ મહેમદાવાદના તાલુકા પંચાયત નજીક ડોક્ટર આંબેડકર હોલ અને નડિયાદના પીજ રોડ પર આંબેડકર હોલ ખાતે, તારીખ 09-01-2023ના રોજ વસોની એ.જે. હાઇસ્કુલ ખાતે અને તારીખ 10-01-2023ના રોજ કપડવંજ ખાતે યોજવામાં આવશે.
કલેકટરે યોગ્ય આયોજન સુનિશ્ચિત કર્યું
જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાની કિશોરીઓને ઉદ્દેશીને યોજાનાર આ મેળાના સંદર્ભમાં જિલ્લાના તમામ સંલગ્ન વિભાગોના અધિકારીઓને મેળામાં તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા અનુરોધ કર્યો હતો. તેમણે રોજગાર, એજ્યુકેશન, કૌશલ્ય વર્ધન માટે સ્ટોલ; શી-ટીમ અને સુરક્ષાના સૂચકો અંગે લેક્ચર; એજ્યુકેશન લોન વિશેની માહિતી; લીગલ અવેરનેસ પ્રોગ્રામ પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ અંગે સ્ટોલ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ વગેરેનું યોગ્ય આયોજન સુનિશ્ચિત કર્યું હતું. વધુમાં કલેકટરશ્રીએ આ મેળાના પર યોગ્ય પાર્કિંગ, લાઈટ, પાણી, સેનીટેશનની સુદ્રઢ વ્યવસ્થા રાખવા સૂચના આપી.
9 સ્ટોલ ઉભા કરાશે
આ મેળા અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ; આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ; સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ; મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ગૃહ વિભાગ; જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ; શ્રમ અને રોજગાર વિભાગ; સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૯ સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવે, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એસ. પટેલ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement