Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોહાલીના એક મેળામાં મોટો અકસ્માત, ઝુલો અચાનક તૂટી ગયો અને પછી...

પંજાબના મોહાલી શહેરમાં સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો છે. મોહાલીના મેળામાં એક ઝુલો અચાનક તૂટીને નીચે પડ્યો હતો. ઝુલામાં બેઠેલી મહિલાઓ અને બાળકો પૈકી 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.પંજાબના મોહાલીથી મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં દશેરા ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મેળામાં અચાનક મોટો અકસ્માત થયો છે. અહીંના ફેઝ-8ના દશેરા ગ્રાà
મોહાલીના એક મેળામાં મોટો અકસ્માત  ઝુલો અચાનક તૂટી ગયો અને પછી
પંજાબના મોહાલી શહેરમાં સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો છે. મોહાલીના મેળામાં એક ઝુલો અચાનક તૂટીને નીચે પડ્યો હતો. ઝુલામાં બેઠેલી મહિલાઓ અને બાળકો પૈકી 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
પંજાબના મોહાલીથી મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં દશેરા ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મેળામાં અચાનક મોટો અકસ્માત થયો છે. અહીંના ફેઝ-8ના દશેરા ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળામાં ડ્રોપ ટાવરનો ઝુલો 50 ફૂટની ઊંચાઈએથી અચાનક નીચે પડી ગયો હતો. લગભગ 20 થી 25 લોકો ઝુલા પર હતા. જેમનો જીવ તાંડવે આવી ગયો હતો. પરંતુ ઝુલામાં બેઠેલા લોકોને ચોક્કસ ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વળી, જિલ્લા પ્રશાસને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.
Advertisement

મોહાલીના સેક્ટર 65માં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે રજા હોવાથી અહીં ભારે ભીડ જોવા મળી હતી. મેળામાં લગાવેલા ઝુલા પર મહિલાઓ અને બાળકો બેઠા હતા. આ ઝુલો જમીનથી લગભગ 50 ફૂટ ઉપર હતો. ત્યારે અચાનક તે તૂટીને નીચે પડી ગયો હતો. આ અકસ્માતમાં ઝુલા પર બેઠેલી મહિલાઓ અને બાળકોને ઈજા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ 10 લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. 
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં ઘાયલોની હાલત ખતરાની બહાર છે. આ અકસ્માતમાં 18 થી 20 લોકો ઘાયલ થયા છે. વળી, વહીવટીતંત્ર ઝુલાના તૂટી જવાની તપાસ કરી રહ્યું છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે, આ મોટી બેદરકારી છે. જો ઝુલાની શરૂ કરવાની સાથે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોત તો મોટી દુર્ઘટના ટાળી શકાઈ હોત.
Tags :
Advertisement

.