નવરાત્રિમાં મૂર્તિકારો માતાજીની પ્રતિમાઓને આપી રહ્યા છે આખરી ઓપ
સમગ્ર વિશ્વને છેલ્લા બે વર્ષથી કોરોના (Corona) સંક્રમણનું ગ્રહણ લાગ્યું હતું જેના પગલે ઉત્સવો અને તહેવારો ફીકા પડ્યા હતા પરંતુ કોરોનાનું સંકટ ટળી જતા હવે નવરાત્રિ ઉત્સવ મનાવવા માટે પણ આયોજકો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પ્રતિમાઓને આખરી ઓપ અને શણગાર કરવા માટે પણ મૂર્તિકારો પણ સજ્જ થઈ ચૂક્યા છે.કોરોના (Corona) સંક્રમાના કારણે એક જ સ્થળે મોટી માત્રામા
સમગ્ર વિશ્વને છેલ્લા બે વર્ષથી કોરોના (Corona) સંક્રમણનું ગ્રહણ લાગ્યું હતું જેના પગલે ઉત્સવો અને તહેવારો ફીકા પડ્યા હતા પરંતુ કોરોનાનું સંકટ ટળી જતા હવે નવરાત્રિ ઉત્સવ મનાવવા માટે પણ આયોજકો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પ્રતિમાઓને આખરી ઓપ અને શણગાર કરવા માટે પણ મૂર્તિકારો પણ સજ્જ થઈ ચૂક્યા છે.
કોરોના (Corona) સંક્રમાના કારણે એક જ સ્થળે મોટી માત્રામાં લોકો એકત્ર ન થાય તે માટે છેલ્લા બે વર્ષથી નવરાત્રિ (Navratri) પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું અને માતાજીની બે વર્ષ સાદગી પૂર્વક આરાધના અને ઉપાસના કરી ધન્યતા અનુભવી હતી પરંતુ આસો નવરાત્રિમાં ગરબાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે જેના પગલે વિવિધ પાર્ટી પ્લોટ અને મોટા ગરબાના આયોજનો પણ કરવામાં આવતા હોય છે.
આયોજકો દ્વારા તૈયારી
છેલ્લા બે વર્ષથી કોરોના સંકટના કારણે જાહેર નવરાત્રિના આયોજનો ઉપર રોક લાગી હતી પરંતુ તાજેતરમાં કોરોના સંક્રમણનું સંકટ ટળી જતા જાહેર નવરાત્રિના ગરબાના આયોજનોને છૂટ આપવામાં આવી છે જેના પગલે ભરૂચની જુની મામલતદાર કચેરીની સામે તથા ભરૂચના વેજલપુર સહિત પટેલ સોસાયટી તેમજ અયોધ્યા નગર ગ્રાઉન્ડ સહિત વિવિધ વિસ્તારો અને પાર્ટી પ્લોટોમાં ગરબાના આયોજકો પણ સજ્જ થઈ રહ્યા છે અને ગરબા ગ્રાઉન્ડોને સજાવી રહ્યા છે ગરબાના આયોજકો પણ ગરબા ગ્રાઉન્ડ ઉપર તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયા છે
મુર્તિકારોને આવક થઈ
આસો નવરાત્રિમાં માતાજીની સ્થાપના કરી તેની ઉપાસના કરવા સાથે આરાધના કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે અને ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ સ્થળ ઉપર માતાજીની સ્થાપના કરતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં માં જગદંબાની પ્રતિમાઓ સહિત વિવિધ માતાજીની પ્રતિમાઓને આખરી ઓપ આપી રહ્યા છે સાથે જ માતાજીને વિશેષ શણગાર કરી માતાજીને નયનરમ્ય સ્વરૂપ આપી રહ્યા છે ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રિની ઉજવણી કરવા માટેની છૂટ આપવામાં આવતા મૂર્તિકારોના ચહેરા ઉપર પણ રોનક આવી છે. બે વર્ષથી બેરોજગાર બનેલા મૂર્તિકારો એ પણ માં જગદંબાની અવનવા સ્વરૂપ સાથેની પ્રતિમાઓ તૈયાર કરી છે અને વિશેષ શણગાર કરવા સાથે ગરબાના આયોજકોને માતાજીની વિશેષ શણગાર કરેલી પ્રતિમાઓ આકર્ષી રહી છે અને ભક્તો પણ માતાજીને વાજતે ગાજતે લઈ જવા માટે ઉત્સુક બની ગયા છે.
સિઝનલ વેપારીઓ ખુશ
ભરૂચ (Bharuch) જિલ્લામાં બે વર્ષ કોરોનાનું સંકટ રહ્યા બાદ ત્રીજા વર્ષે કોરોનાનું સંકટ દૂર થતા વિવિધ ઉત્સવો અને તહેવારો પણ ખીલી ઉઠ્યા છે જેના પગલે સીઝન મુજબ વેપાર કરી રોજગારી મેળવતા વેપારીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે આસો નવરાત્રિમાં ગરબાના આયોજકોથી માંડી માતાજીની પ્રતિમાઓ તૈયાર કરનારા મૂર્તિકારો અને વેપારીઓના ચહેરા ઉપર રોનક ખીલી ઉઠી છે.
Advertisement