Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરા ગ્રામ્ય SOG તેમજ ડભોઇ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે તે પહેલા ચાઈનીઝ દોરીના કારણે ઈજા પહોંચી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ચાઈનીઝ દોરી વેચતા લોકો પર હવે આવતા સમયે તવાઈ આવે તેવા પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ડભોઈ પોલીસ તેમજ જિલ્લા એસ.ઓ.જીએ ચાઈનીઝ (Chinese) દોરી વેંચતા ઈસમોને ઝડપી પાડી ચાઈનીઝ દોરીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. સરકારશ્રીના જાહેરનામાં અનુસંધાને કોઈ પણ વેપારીએ ચાઈનીઝ તુક્કલ à
12:59 PM Jan 05, 2023 IST | Vipul Pandya
ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે તે પહેલા ચાઈનીઝ દોરીના કારણે ઈજા પહોંચી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ચાઈનીઝ દોરી વેચતા લોકો પર હવે આવતા સમયે તવાઈ આવે તેવા પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ડભોઈ પોલીસ તેમજ જિલ્લા એસ.ઓ.જીએ ચાઈનીઝ (Chinese) દોરી વેંચતા ઈસમોને ઝડપી પાડી ચાઈનીઝ દોરીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. 
સરકારશ્રીના જાહેરનામાં અનુસંધાને કોઈ પણ વેપારીએ ચાઈનીઝ તુક્કલ તેમજ ચાઈનીઝ દોરીનો વેપાર કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. તેમ છતાં અમુક વેપારીઓ તગડો નફો રડી લેવા પોતાના અંગત ફાયદા હેતુ ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે, જે અનુસંધાને ડભોઈ પોલીસ તેમજ જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે સંદર્ભે ગત રાત્રીએ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન પલાસવાળા ગામની સીમમાં આવેલા દરબાર રેસિડેન્સીના મકાન નંબર 135 ખાતે ભાડેના મકાનમાં રહેતા અહેમદ અબ્દુલ રહેમાન ગોલાવાલા પાસેથી ચાઈનીઝ દોરીનો વેપાર કરતા હોઈ મોટા પ્રમાણમાં જથ્થો ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં 420 નંગ ચાઈનીઝ દોરીની રેલી ઝડપી પાડતા આશરે એક રેલની કિંમત 300 રૂપિયા લેખે 420 નંગની કુલ 1,26,000 ની ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે આરોપીને ઝડપી પાડી આગળની તાપસ હાથ ધરી હતી.
ડભોઈ પોલીસ દ્વારા પણ ગત મોડી રાત્રે ભિલાપુર આઉટપોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમિયાન બાઇક ચાલક શંકાસ્પદ જણાતા તેની પાસેના થેલાને ચેક કરતા તેમાંથી ચાઈનીઝ દોરી મળી આવી હતી. જેનું નામ ઠામ પૂછતાં રવિભાઈ મગનભાઈ રાવળ ઉ.વ 23 રહે. રાભીપુરા નવીનગરી તેમજ પાછળ બેસેલા જયેશભાઇ ગોરધનભાઇ રાવળ ઉ.વ. 23 રહે. રભીપુરા જી. વડોદરાનું હોવાનું જણાવ્યું હતું. જેઓ પાસેથી પ્લાસ્ટિકના કંતાનની થેલામાંથી 20 નંગ ચાઇનીઝ રેલ જેની એક નંગની કિંમત રૂપિયા 250 લેખે કુલ 5,000 રૂપિયાની ચાઈનીઝ દોરી તેમજ બાઇકની કિંમત સહિત કુલ 15,000 ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી વધુ પૂછપરછ કરવા ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો - વડોદરામાં 3 દિવસનો વિન્ટેજ કાર શો, વડોદરાવાસીઓ ઐતિહાસીક કાર જોઇ અચંબિત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ChineseCordDabhoiPoliceGujaratFirstLargeQuantitypoliceseizedVadodaraRuralSOG
Next Article