Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કડીના ધરમપુરમાં પેરાસુટ નીચે પટકાતાં પાયલટ કોરિયન નાગરિકનું મોત

કડીના ધરમપુરની ઘટનાસ્કૂલના ષષ્ટિપૂર્તિ કાર્યક્રમ દરમ્યાન બની ઘટનાપી.જે.પટેલ સર્વ વિદ્યાલયના કાર્યક્રમ દરમ્યાન બની ઘટનાકાર્યક્રમ દરમ્યાન પેરાસુટ ઉડાવતા પાયલટ નીચે પટકાયોમૂળ વિસતપુરા ગામના અને હાલમાં વડોદરા ખાતે બિઝનેશ કરતા બિઝનેસમેનના ગેસ્ટ હતા પાયલટમૂળ કોરિયન નાગરિક વડોદરાના બિઝનેસમેનના આમંત્રણ ઉપર આવ્યા હતા ગામમાંચાઇનીઝ દોરીનો પેરાસુટને ઘસરકો વાગતા પેરાસુટ ડેમેજ
કડીના ધરમપુરમાં પેરાસુટ નીચે પટકાતાં પાયલટ કોરિયન નાગરિકનું મોત
  • કડીના ધરમપુરની ઘટના
  • સ્કૂલના ષષ્ટિપૂર્તિ કાર્યક્રમ દરમ્યાન બની ઘટના
  • પી.જે.પટેલ સર્વ વિદ્યાલયના કાર્યક્રમ દરમ્યાન બની ઘટના
  • કાર્યક્રમ દરમ્યાન પેરાસુટ ઉડાવતા પાયલટ નીચે પટકાયો
  • મૂળ વિસતપુરા ગામના અને હાલમાં વડોદરા ખાતે બિઝનેશ કરતા બિઝનેસમેનના ગેસ્ટ હતા પાયલટ
  • મૂળ કોરિયન નાગરિક વડોદરાના બિઝનેસમેનના આમંત્રણ ઉપર આવ્યા હતા ગામમાં
  • ચાઇનીઝ દોરીનો પેરાસુટને ઘસરકો વાગતા પેરાસુટ ડેમેજ થતા બની ઘટના
  • પેરાસુટ પાયલટ કોરિયન નાગરિકનું ઘટનાસ્થળે મોત
મહેસાણા (Mehsana) જીલ્લાના કડી (Kadi)ના ધરમપુર ગામમાં ચોંકાવનારી ઘટના બની છે જ્યાં પી.જે.પટેલ સર્વ વિદ્યાલયના કાર્યક્રમ દરમ્યાન પેરાસુટ ઉડાવતા પેરાસુટ પાયલટ કોરિયન (Korean Pilot) નાગરિક નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ચાઇનીઝ દોરીનો પેરાસુટને ઘસરકો વાગતા પેરાસુટ ડેમેજ થતા આ  ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. 

સ્થાનિક વ્યક્તિના ગેસ્ટ તરીકે કોરિયન નાગરિક મિત્ર વિસતપુર આવ્યા 
મહેસાણાના કડી તાલુકાના ધરમપુર ગામમાં પી.જે.પટેલ સ્કૂલમાં એક શાળાકીય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કડી તાલુકાના વિસતપર ગામના અને વડોદરા બિઝનેસ કરતા સ્થાનિક વ્યક્તિના ગેસ્ટ તરીકે કોરિયન નાગરિક મિત્ર વિસતપુર આવ્યા હતા અને બંને મિત્રો ધરમપુર શાળાના પ્રોગ્રામમાં હાજરી આપી હતી.
ચાઇનીઝ દોરીનો પેરાસુટને ઘસરકો વાગ્યો
શાળાના પ્રોગ્રામમાં પેરાસુટના માધ્યમથી પુષ્પવૃષ્ટિ કરવાની હતી. આ દરમિયાન કોરિયન નાગરિકે  પોતે પેરાસુટમાં સવાર થઈ ઉડાડ્યું હતું.આ દરમિયાન ઉત્તરાયણ નજીક હોઈ ચાઈનીઝ દોરી પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદયો હોવા છતાં કેટલાક પતંગ રસિયાઓ ભાન ભૂલી આ દરમિયાન ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા આ પેરાશૂટની સ્પોર્ટડ દોરીઓ ને સ્પર્શી જતા પેરાશૂટ ડેમેજ થયું હતું અને પેરાશૂટ હવામાંથી જમીન તરફ તેના ચાલક સાથે ફેંકાયું હતું. આ પહેલા હાર્ટએટેક આવતા અને નીચે પટકાતા પેરાશૂટ સવારનું મોત નીપજ્યું હતું. મૃતક ન કડી હોસ્પિટલ ખાતે પીએમ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સમગ્ર મામલે તંત્ર હરકતમાં આવી ઘટનાની તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.