ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો, લોકોમાં એક જ સવાલ…આ શું છે ??

ગુજરાત રાજ્યના આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો હતો જેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. નિષ્ણાતોનો મત પ્રમાણે આકાશી ગોળો એ સ્પેસ ડેબ્રી એટલે કે કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાનું જણાવી રહ્યા છે. રાજ્યમાં શનિવારે સાંજે 7.30 આસપાસ આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે. અત્યંત તેજગતિએ અગàª
04:31 PM Apr 02, 2022 IST | Vipul Pandya

ગુજરાત રાજ્યના
આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો હતો જેને લઈને લોકોમાં કુતૂહલ
સર્જાયુ હતું. નિષ્ણાતોનો મત પ્રમાણે આકાશી ગોળો એ સ્પેસ ડેબ્રી એટલે કે કૃત્રિમ
ઉપગ્રહનો કાટમાળ હોવાનું જણાવી રહ્યા છે. રાજ્યમાં શનિવારે સાંજે
7.30 આસપાસ આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ દેખાઈ
રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે. અત્યંત
તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે
કુતૂહલ ફેલાયું હતું.

 javascript:nicTemp();

કચ્છ-સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ અવકાશી
ગોળા જેવો ચમકદાર પદાર્થ જોવા મળ્યો હતો. પહેલી નજરે ઉલ્કાપિંડ જેવો લાગતો આ
પદાર્થ પછીથી ખરતો તારો હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું હતું. અલબત્ત આ અંગે
વડોદરાના અવકાશી નિષ્ણાત દિવ્યદર્શન પૂરોહિતે જણાવ્યું હતું કે
, આ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કાટમાળ
હોવાની પ્રબળ શક્યતા છે. આ કાટમાળ અવકાશમાં તરી રહેલા હજારો કૃત્રિમ ઉપગ્રહો કે
જેઓ હાલ નકામા થઈ ગયા છે તેમાંના એકનો પણ હોઈ શકે છે.
આકાશમાં મોડી સાંજના સમયે ઉલ્કાપિંડ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ
કારણે લોકોમાં પહેલાં તો ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઉલ્કાપિંડ જેવો પદાર્થ ખરતો
તારો હોવાનો પણ પહેલા લોકોને ભાસ થયો હતો. લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા
અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. બીજીતરફ આ અવકાશી પદાર્થ
કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાતની અવકાશ નિષ્ણાતોએ પુષ્ટિ કરી હતી.


આકાશમાં
અવારનવાર ઉલ્કા પડવા અને પૃથ્વી પરથી અવકાશમાં મોકલવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહો
એટલે કે સ્પેસ ડેબ્રિશ પૃથ્વી પર પડવાની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે આજે વડોદરા
અને ગુજરાત સહિત ના આકાશમાં એક જોરદાર મોટો અગનગોળો રાત્રે પોણા આઠ વાગ્યા આસપાસ
જોવા મળ્યો હતો જે ધીમે ધીમે નીચે આવતા બે ભાગમાં વહેંચાઇ ગયો હતો. આ અગનગોળો જોઈ
અનેક તર્ક-વિતર્ક લોકો કરી રહ્યા છે.

 

Tags :
fireballGujaratGujaratFirstSkyStar
Next Article