ભગવતીપરા વિસ્તારનાં ઘરમાં ઘૂસી છરીની અણીએ સોનાના અને રોકડની દિલધડક લૂંટ, પોલીસ કાફલો ઘટનાસ્થળે
રાજકોટ શહેરમાં પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને ચોરી, લૂંટફાટ, મારામારી ઉપરાંત પોલીસ-સરકારી વકીલ ઉપર હુમલા જેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્યારે ગતરાત્રે શહેરનાં ભગવતીપરા ખાતે લૂંટારુઓ એક ઘરમાં ઘુસ્યા હતા. અને બાળકી ઉપર છરી રાખી તેની માતા પાસેથી સોનાના દાગીના તેમજ રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. વહેલી સવારે સમગ્ર મામલે ફàª
11:09 AM Feb 14, 2023 IST
|
Vipul Pandya
રાજકોટ શહેરમાં પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને ચોરી, લૂંટફાટ, મારામારી ઉપરાંત પોલીસ-સરકારી વકીલ ઉપર હુમલા જેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્યારે ગતરાત્રે શહેરનાં ભગવતીપરા ખાતે લૂંટારુઓ એક ઘરમાં ઘુસ્યા હતા. અને બાળકી ઉપર છરી રાખી તેની માતા પાસેથી સોનાના દાગીના તેમજ રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. વહેલી સવારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા હાલ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો છે. અને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભગવતીપરા વિસ્તાર લૂંટની ઘટના
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલા એકતાનકગર નજીક શિવાજી ચોક પાસેના એક રહેણાંક મકાનમાં મોડીરાત્રે લૂંટારુઓ ત્રાટકયા હતા. આ તકે લૂંટારુઓએ છરી તેમજ ઈંટ વડે ઘરમાં રહેલા માતા અને બાળકોને ડરાવ્યાં હતા. અને ઘરમાં જે કાંઈ રોકડ તેમજ દાગીના હોય તે આપવા જણાવ્યું હતું. જેને લઈ ડરી ગયેલી પરિણીતાએ રોકડ અને સોનાના દાગીનાઓ સહિતનો મુદ્દામાલ આપતા લૂંટારુઓ ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં ભોગ બનનાર મહિલાએ તેના પતિને જાણ કરતા આ મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને આધારે પોલીસે આસપાસના સીસીટીવી ચકાસી ડોગ સ્ક્વોડ સહિતના મધ્યમોથી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
આ અંગે ભોગ બનનારના જણાવ્યા અનુસાર, ગતરાત્રે પોતે કામથી બહાર ગયા હતા. અને પત્ની તેમજ બાળકો ઘરે એકલા હતા. દરમિયાન મોડીરાત્રે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા. અને મારા બાળકોને મારવાની ધમકીઓ આપી મારી પત્ની પાસેથી સોનાના દાગીના સહિત ઘરમાં પડેલી રૂ. 30 હજારની રોકડની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે પોતે રાત્રે પોલીસને જાણ કરતા પ્રથમ તેમને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલમાં કુલ 11 ગ્રામ સોનાના દાગીના અને રૂ. 37 હજાર જેટલી રોકડ રકમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયમાં આ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ થી સાત ચોરીના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ સામે આવતા સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. હાલ ત પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી ફૂટેજ ચકાસી આ લૂંટારુઓને દબોચી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ અવારનવાર બનતી આવી ઘટનાઓને લઈને પોલીસનાં નાઈટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article