Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાલુ ટ્રકમાં તાડપતરી તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

મહેસાણા - અમદાવાદ હાઇવે પર છેલ્લા થોડા દિવસો થી ચાલુ માલ વાહક વાહનો માં થી ચોરીની ઘટનાઓ વધી રહી છે. હાઇવે પર ચાલુ ટ્રક કે કન્ટેનર માંથી ચોર ટોળકી લોક તોડી કે પછી તાડ પત્રી ફાડી અંદર રહેલ માલ ચોરી કરી રહી હતી. અલગ અલગ ચોરીઓ ની ફરિયાદો નોંધાતા મહેસાણા એલસીબી પોલીસે તાડપત્રી ગેંગ ના 4 શખ્શો ને ધરદબોચી લીધા છે. આ ગેંગ ફિલ્મી ઢબે ચાલુ વાહને કેવી રીતે ચોરી કરતી હતી. અમદાવાદથી પાલનપુર - રાજસà«
ચાલુ ટ્રકમાં તાડપતરી તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
મહેસાણા - અમદાવાદ હાઇવે પર છેલ્લા થોડા દિવસો થી ચાલુ માલ વાહક વાહનો માં થી ચોરીની ઘટનાઓ વધી રહી છે. હાઇવે પર ચાલુ ટ્રક કે કન્ટેનર માંથી ચોર ટોળકી લોક તોડી કે પછી તાડ પત્રી ફાડી અંદર રહેલ માલ ચોરી કરી રહી હતી. અલગ અલગ ચોરીઓ ની ફરિયાદો નોંધાતા મહેસાણા એલસીબી પોલીસે તાડપત્રી ગેંગ ના 4 શખ્શો ને ધરદબોચી લીધા છે. આ ગેંગ ફિલ્મી ઢબે ચાલુ વાહને કેવી રીતે ચોરી કરતી હતી. 
અમદાવાદથી પાલનપુર - રાજસ્થાન તરફ જતો હાઇવે 24x7 ધમધમતો રહે છે. આ હાઇવે પર માલ વાહક વાહનોની અવર જવર સતત ચાલુ હોય છે. ત્યારે અમદાવાદ થી પાલનપુર - રાજસ્થાન જતા આ માર્ગ પર મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશન હદમાં આવતા હાઇવે પર છેલ્લા કેટલાક દિવસો થી ચાલુ ટ્રક માંથી હાઇવે પર જ ટ્રકની પાછળ પિક અપ ડાલુ દોડાવી ટ્રકની સ્પીડ સાથે તેની સ્પીડ મેચ કરી ટ્રકના પાછળના ભાગે અડાડી દે છે. અને એક વ્યક્તિ ગાડીના બોનેટ પર ચડી ટ્રક ની પાછળનું દરવાજાનું લોક તોડી ને કે તાડ પત્રી ફાડી ને અંદર રહેલ કોમ્પ્યુટર, મશીનરી જેવો માલ ચોરીને પિક અપ ડાલા માં નાખી દે છે. 
તાલુકા પોલીસ મથકે  ફરિયાદ નોંધાઇ
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન અને લાંઘણજ પોલીસ સ્ટેશને 12 ફેબ્રુઆરી એ નોંધાયેલ અલગ અલગ ફરિયાદ મુજબ, હાઇવે પર ચાલુ ટ્રક માંથી કોમ્પ્યુટર ની ચોરી થઈ હતી. જેમાં અડાલજ થી મહેસાણા મેવડ ટોલ ટેક્ષ વચ્ચે ચોરી થઈ હતી. જેમાં અડાલજ થી ધાનેરા ના ભાજણા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લઈ જવાના હતા. જે 12 નંગ મોનીટર અને 2 CPUમળી કુલ રૂપિયા 2,17,988 લાખના મુદ્દામાલ ની ચોરીની મહેસાણા તાલુકા પોલીસ મથકે  ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બીજી ફરિયાદમાં DTDC કુરિયર કંપનીના પાર્સલ કન્ટેનર માંથી ચાલુ ટ્રકે ચોરી થઈ હતી. જેમાં વોટર પાર્ક થી મહેસાણા મેવડ ટોલ નાકા સુધી હાઇવે પર પસાર થતી ટ્રક માંથી બનાસ ડેરીના મશીનનો રૂ.3.86 લાખના પાર્ટ્સ તેમજ ઇલેક્ટ્રિક  ઉપકરણો, મશીન સ્પેર પાર્ટ, સ્ટેશનરી બુક્સ, દવાઓ કન્ટેનર માંથી કુલ ૯૪ આઈટમો મળી અંદાજીત કુલ રૂ 66,7000ની મત્તાની ચોરી થઈ હતી. જેની મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનામાં મહેસાણા એલસીબી એ તપાસ કરતા 4 આરોપીઓ પૈકી કરણ કાળુજી મગનજી ઠાકોર, કરણ ઉર્ફે ચોટી બાબુભાઇ ઠાકોર, ગુલામનબી ઉર્ફે માલો મહેબબુ ભાઇ સલુભાઇ ફંગાત (મુશલમાન) અને કલ્પેશ ઉર્ફે રોકી હકાભાઇ મેલાભાઇ ઠાકોર ની ધરપકડ કરી દબોચી રૂપિયા 14 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધા છે. આ ટોળકી વિરૂદ્ધ બેચરાજી પોલીસ સ્ટેશન માં પણ અગાઉ ગુનો નોંધાયો હતો. 
એલસીબી પોલીસે ગેંગની કરી  ધરપકડ 
એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી પિક અપ ડાલું અને ટ્રક માંથી ચોરી કરેલ મુદ્દામાલ પૈકી, અલગ અલગ સીલ બંધ પાર્સલમાંનો મુદામાલ રૂ.667185 ની કિંમતના ACERકંપીનીના મોનીટર નંગ.૧૨ રૂ.95,888  સી.પી.યુ.નંગ.૨ .રૂ1,22,000,-CEAT કંપની ટાયર રૂ15000 ઇ.સુ.જુ. કંપનીનુ પીક અપ ડાલુ રૂ500000 મળી કુલ રૂ.1400,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ટોળકી ની તપાસ દરમ્યાન 20 થી 22 વર્ષની ઉંમરના નવયુવાનો જ છે. અને આ યુવાનોની ટોળકીએ પહેલી ચોરી અમદાવાદ વિસ્તારમાં અને બીજી ચોરી મહેસાણા નજીક હાઇવે પર કરતા જ ગણતરીના દિવસોમાં તાડ પત્રી ગેંગ ને ધરડબોચી લીધી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.