Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફિર હેરાફેરી ફીલ્મમાં અસલી માલ લે નકલી માલ દે જેવો ખેલ કરતી ગેંગ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં

બોલીવુડની ફિલ્મ ફીર હેરાફેરીમાં જેમ અભિનેતાઓ કરોડપતિ બનવા માટે હેરાફેરીમાં નકલી માલ પધરાવી અસલી માલ મેળવતા હોય તેમ હેરાફેરી કરતા તેવું જ કૌભાંડનું કારસ્તાન રચનાર ભરૂચ જિલ્લાની એક ગેંગને ભરૂચ એલસીબી પોલીસે રોકડ રૂપિયા ૩૫ લાખ અને ચિલ્ડ્રન નોટ 1  કરોડ અને 80  લાખની સાથે ઝડપી લઇ કેટલા વેપારીઓ સાથે ઠગાઈ કરી છે તેની માહિતી મેળવવા પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છેભરૂચ જિલ્લાના આમોદ તાલ
03:20 PM Jan 24, 2023 IST | Vipul Pandya
બોલીવુડની ફિલ્મ ફીર હેરાફેરીમાં જેમ અભિનેતાઓ કરોડપતિ બનવા માટે હેરાફેરીમાં નકલી માલ પધરાવી અસલી માલ મેળવતા હોય તેમ હેરાફેરી કરતા તેવું જ કૌભાંડનું કારસ્તાન રચનાર ભરૂચ જિલ્લાની એક ગેંગને ભરૂચ એલસીબી પોલીસે રોકડ રૂપિયા ૩૫ લાખ અને ચિલ્ડ્રન નોટ 1  કરોડ અને 80  લાખની સાથે ઝડપી લઇ કેટલા વેપારીઓ સાથે ઠગાઈ કરી છે તેની માહિતી મેળવવા પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે એક્કા ડબલ અને એકકા તીન કરી આપતી ગેંગ સક્રિય બની હોય તેવી માહિતી ભરૂચ એલસીબી પોલીસને મળી હતી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની આમોદ તાલુકાના આછોદ ગામ પાસે આવેલી છે અને માલિક ઓળખીતો હોય સસ્તા ભાવે માલ મળશે એમ બહાનું બતાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ આછોદ ખાતે લઈ આવેલ અને ગેંગના ઘરે જઈ બેઠક કરી દાણા લેવા અંગે સોદો નક્કી કરી નાણાંની વ્યવસ્થા કરી ફરીયાદીને બોલાવવામાં આવેલ બાદમાં ફરિયાદી પ્લાસ્ટિકના દાણા લેવા માટે ગેંગ પાસે ગઈ હતી અને ગેંગના જ કેટલાક મિત્રોએ 15 લાખ રૂપિયા તથા માલ ભરવા માટે ટેમ્પો લઈ કોઈ ગોડાઉન પાસે ઊભા રખાવી નાણાકીય વ્યવહાર અર્થે ફરિયાદીને આછોદ ગામે આરોપીઓએ બોલાવેલા હતા અને તે દરમિયાન નકલી પોલીસની ગેંગે દરોડા પાડ્યા હતા.  

ગેંગને ફરિયાદીને છેતરવામાં સફળતા મળી ગઈ હતી
જેમાં ભાગમ ભાગ થતા એકા ડબલ કરતી ગેંગને ફરિયાદીને છેતરવામાં સફળતા મળી ગઈ હતી કહેવાય છે ને કે લોભીયા હોય ત્યાં ધુતાળા ભૂખે ન મળે.. આ ગેંગે વધુ કરોડપતિ બનવાનું સપનું જોઈ વધુ એક વેપારીને ટાર્ગેટ બનાવ્યો અને તે પણ સોનાના વેપારીને ટાર્ગેટ બનાવ્યો. જેમાં વ્યારાના વેપારીને સસ્તા ભાવે સોનુ આપવાના બહાને આછોદ બોલાવી એક બે વખત અસલી સોનું આપી વિશ્વાસમાં લઈ વધુ સસ્તુ સોનુ આપવાના બહાને ઝરીના વેપારીને આછોદ ગામે બોલાવી વેપારીને 50 લાખ રૂપિયાનો સોદા અંગે ગેંગના વેપારીઓ સાથે વાતચીત ચાલુ હતી દરમિયાન ગેંગમાં સામેલ બીજા અજાણ્યા આરોપીઓ ઘરમાં આવી પોલીસની ખોટી ઓળખ આપી વેપારીને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક કુલ રૂપિયા 50  લાખ ખંખેરી ભગાવી દીધેલ અને ફરિયાદી પણ ખૂબ જ ગભરાઈ જતા પોતાના ઘરે જતા રહ્યા હતા અને તાજેતરમાં જ આ ગેંગ ઝડપાઈ ગઈ હોવાની માહિતી સામે આવતા 50  લાખમાં છેતરાયેલા સોનાના વેપારીએ ભરૂચ પહોંચી પોતાની ફરિયાદ નોંધાવી હતી
 ગેંગે અનેક વેપારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું
ભરૂચ એલસીબી પોલીસે ફિર હેરાફેરી જેવી ફિલ્મમાં કરોડપતિ બનવાનું સપનું જોતા અભિનેતાઓએ કરેલા અભિનય જેવો ખેલ પાડવા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે એક ગેંગે અનેક વેપારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું અને ઝડપાઈ જતા એક વેપારી પાસેથી ૧૫ લાખની છેતરપિંડી જ્યારે બીજા વેપારી પાસે ૫૦ લાખની છેતરપિંડીનો ખેલ સામે આવી જતા ઝડપાયેલી ગેંગ પાસેથી અસલી ચલણી નોટ અંદાજે ૩૫ લાખ મળી આવ્યા હતા જ્યારે વેપારીઓ પાસે છેતરપિંડી કરતા અને તેમાં ઉપયોગમાં લેવાતી બાળકોના રમત રમવાની ચિલ્ડ્રન નોટ ૧ કરોડ અને ૮૦ લાખની મળી આવી હતી. નકલી નોટ છપાવી છે કે કોઈ જગ્યાએથી લાવ્યા છે તે દિશામાં તપાસ માટે ભરૂચ એલસીબી પોલીસે પણ તપાસ શરૂ કરી છેભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડેલી ગેંગના આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાના કારણે તથા અનેક વેપારીઓ છેતરાયા હોવાની શંકાના આધારે ઝડપાયેલા પાંચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા વધુ ભેદ ઉકેલવા માટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે
જેમ ફીર હેરાફેરી ફિલ્મમાં નકલી અને અસલીનો ખેલ હેરાફેરી કરતા ત્યારે જેમ પોલીસની રેડ પડતી તે રીતે જ આ ગેંગ રેડ કરતી..
હિન્દી ફિલ્મ ફિર હેરાફેરી સરઘસમાં અભિનેતાઓ અને વિલન નકલી માલ પધરાવી અસલી માલ લેવાનો જે રીતે ખેલ અપનાવતા તે રીતેનો જ ખેલ હાલમાં ઝડપાયેલી ભરૂચ જિલ્લાની એક ગેંગ કરતી હોવાનો પડદાફાસ થયો છે જેમાં બાળકોની રમવાની નોટો એટલે કે ચલણી નોટ બેગમાં ભરી આગળ પાછળ ઓરીજનલ નોટ લગાવી તેનું બંડલ લેમિનેશન કરી ફરિયાદીઓ સાથે ખેલ પાડતા હોવાનો પડદાફાસ થયો છે
એક્કા ડબલ કરતી ગેંગના ઝડપાયેલા આરોપીઓ..
  • ખાલીદ જાનુ યાકુબ શિરૂ રહેવાસી શિરૂવાઢ કચ્છ
  •  ઈમ્તિયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ રહેવાસી ભીલવાડા ફળ્યું આમોદ ભરૂચ
  • હનીફ નિઝામ પઠાણ રહેવાસી આછોદ મોટા પાદર આમોદ
  •  નાઝીમ મહેબુબ હસન મલેક રહેવાસી પુરસા મસ્જિદની સામે આમોદ
  •  સાજીદ શકીલ અહેમદ ઈદ્રીશી રહેવાસી આછોદ આમોદ
વોન્ટેડ આરોપી 
  • પ્રકાશચંદ્ર ભલારામ પ્રજાપતિ રહેવાસી સુણાવ મોટી ભાગોળ આણંદ
  • પારસ એજન્ટ
  • પરમાનંદ પાંડે એજન્ટ
ગેંગ પાસેથી જપ્ત કરાયેલ મુદ્દા માલ..
  • ભારતીય ચલણની અલગ અલગ દળ ની નોટ રોકડા રૂપિયા 20 લાખ
  • ભારતીય ચલણી અલગ અલગ દળ ની નોટ રોકડા રૂપિયા 15.60,500 
  • 10 મોબાઇલ કિંમત રૂપિયા 1 લાખ 1  હજાર..
  • બાળકોમાં રમવામાં ઉપયોગમાં લેવાતી ચિલ્ડ્રન બેંકની અલગ અલગ દરના બંડલ ૧ કરોડ ૮૦ લાખની..
પોલીસ બનીને રેડ કરતી ગેંગમાં પોલીસના વેશ અને સિવિલ ડ્રેસમાં રેડ કરતા હોવાનો ખેલ..
વેપારીઓ જ્યારે ગેંગના જાંસામાં ભેરવાયા ત્યારે રોકડા રૂપિયાની બેંગો લઈને પહોંચતા અને તે દરમિયાન જ ફરિયાદીઓને છેતરપિંડી કરતી ગેંગના જ કેટલાક સાગરીતો પોલીસના ખાખી વર્દીના વેશ અને ડી સ્ટાફ એટલે કે સિવિલ ડ્રેસ માં રેડ કરતા અને ફરિયાદી લાવેલા રોકડા રૂપિયા પોલીસ બનીને લઈ ફરાર થઈ જતા હોવાનો પડદાફાસ થયો છે જેના પગલે ભરૂચ જિલ્લામાંથી જ ફિર હેરાફેરી ફિલ્મ જેવો કારસો રચતી ગેંગ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સંકજામા આવી ગઈ છે. 
આપણ  વાંચો- IMA દ્વારા ઠંડીના કહેરને લઈને અપાઈ વોર્નિંગ, જાહેર કરાઈ ગાઇડલાઇન્સ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharuchCrimeBranchFakepolicegangGujaratFirstManipulationmerchants
Next Article